- આજે વિરાટ કોહલીનો 35મો જન્મદિવસ
- વર્ષ 1988માં દિલ્હીમાં થયો હતો કોહલીનો જન્મ
- વિરાટ કોહલીએ પોતાના નામે કર્યા અનેક રેકોર્ડ
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વર્ષ 1988માં આજના દિવસે દિલ્હીમાં કોહલીને જન્મ થયો હતો. અત્યારે કોહલી ભારતનો સ્ટાર બેટ્સમેન છે. જો કે, અહીં સુધી પહોંચવાનો રસ્તો સરળ હતો નહીં. કોહલીને કિંગ કોહલી બનવા માટે ખુબ મહેનત કરવી પડી છે.
ચીકૂથી કિંગ કોહલી સુધીનો સફર
વિરાટ કોહલીના ચીકૂથી કિંગ કોહલી બનવા સુધીનો સફર દિલચસ્પ છે. શરૂઆતી સમયમાં તે તમામ યુવાઓની જેમ ભારતીય ટીમમાં જગ્યા બનાવવાનું સપનું જોતા હતા. આ સપનું જ તેને ટીમમાં આવવા માટે પ્રેરિત કરતપં હતું.
સાથી ખેલાડીઓ કહેતા હતા કિંહ કોહલી
શરૂઆતી સમયમાં કોહલીને સાથે ખેલાડીઓ પ્રેમથી ચીકૂ કહીને બોલાવતા હતા. અત્યારે પણ લોકો કોહલીને તેના ઉપનામથી બોલાવે છે, પરંતુ આ નામથી વધુ ફેન્સ હવે તેને કિંગ કોહલી ઉપનામથી બોલાવવાનું વધુ પસંદ કરે છે.
વર્લ્ડકપ 2023માં કોહલી શાનદાર ફોર્મમાં
વિરાટ કોહલીનું બેટ વર્લ્ડકપ 2023માં શાનદાર ચાલી રહ્યું છે. બેટ્સમેનનો અંદાજે એ વાત પરથી લગાવી શકાય છે કે, કોહલી બ્લૂ ટીમ માટે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 7 મેચ રમ્યો છે. આ દરમિયાન કોહલીએ 7 ઈનિંગમાં 88.40ની એવરેજથી 442 રન બનાવ્યા છે. કોહલી અત્યારે વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ માટે સૌથી વધુ રન બનાવનાનો પ્રથમ બેટ્સમેન અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો બેટ્સમેન છે. કોહલીએ 7 ઈનિંગમાં 1 સદી અને 4 ફિફ્ટી ફટકારી છે.
સચિનની વનડે સદી નજીક પહોંચ્યો વિરાટ
સચિન તેંડુલકરે વનડે ફોર્મેટમાં સૌથી વધુ 49 સદી ફટકારી છે. એક સમય પર એવું લાગી રહ્યું હતું કે, સચિનનો આ રેકોર્ડ કોઈ તોડી શકશે નહીં, પરંતુ વિરાટ કોહલી શાનદાર પ્રદર્શન થકી આ રેકોર્ડની નજીક પહોંચ્યો છે. કોહલી અત્યાર સુધી વનડે ફોર્મેટમાં 48 સદી ફટકારી છે. હવે માત્ર 2 સદી ફટકારીને તોહલી સચિનનો રેકોર્ડ તોજી શકે છે.
વિરાટ કોહલીનું આંતરરાષ્ટ્રીય કરિયર
વિરાટ કોહલી ભારતીય ટીમ માટે કુલ 514 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. જેની 570 ઈનિંગમાં કોહલીએ 26 હજાર 209 રમન બનાવ્યા છે. કોહલીના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 84 સદી, 7 બેવળી સદી અને 136 ફિફ્ટી છે. કોહલીએ વનડેમાં 13 હજાર 525 અને T-20 આંતરરાષ્ટ્રીયમાં 4 હજાર 8 રન બનાવ્યા છે.