વર્ષ 2025ને આવકારવા માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે રાત્રે 12 વાગે નવા વર્ષના વધામણા કરવામાં આવશે. દરેક લોકો નવા વર્ષને વેલકમ કરવા માટે પોતાની આગવી શૈલીમાં તૈયારીઓ કરી રહ્યા છે. તેવી જ રીતે જુદા જુદા દેશમાં પણ ટાઇમ ઝોન અલગ અલગ હોવાને કારણે ક્યાંક વહેલા તો ક્યાંક મોડા નવા વર્ષના વધામણા કરાશે. ત્યારે આજે આપણે એ દેશોની વાત કરીએ કે જ્યાં સૌથી પહેલા નવા વર્ષની ઉજવણી થાય છે.
તમે પ્રથમ નવું વર્ષ ક્યાં ઉજવો છો?
વિશ્વમાં નવા વર્ષની ઉજવણી સૌપ્રથમ કિરીટીમાટી ટાપુમાં થાય છે..આ દ્વિપને ક્રિસમસ આઇલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પેસિફિક મહાસાગરમાં એટોલ અને કિરીબાતી ગણરાજ્યનો એક ભાગ છે. અહીંનો સમય ભારત કરતાં 8.30 કલાક આગળ છે. એટલે કે જ્યારે ભારતમાં 3.30 થાય છે ત્યારે અહીં 12 વાગ્યા હોય છે.
કિરીટીમતી દ્વીપ બાદ ન્યુઝીલેન્ડનું ટોંગા અને ચૈથમ ટાપુઓ નવા વર્ષનું સ્વાગત કરે છે. જ્યારે નવા વર્ષના સૌથી અંતમાં દક્ષિણ પ્રશાંતમાં કિરિબાતીના દક્ષિણ- પશ્ચિમમાં અમેરિકી સમોઆ અને નીયુ દ્વિપમાં નવા વર્ષની ઉજવણી છેલ્લે કરવામાં આવે છે.
અહીં સૌથી પહેલા નવા વર્ષની થાય છે ઉજવણી
ભારતનો સમય | નવા વર્ષની શરૂઆત કયા દેશમાં થાય છે? |
3.30 | કિરીટીમતી ટાપુ |
3.45 | ચૈથમ ટાપુઓ |
4.30 | ન્યુઝીલેન્ડ |
5.30 | ફિજી અને રશિયાના કેટલાક શહેરો |
6.30 | ઓસ્ટ્રેલિયાના ઘણા શહેરો |
8.30 | જાપાન, દક્ષિણ કોરિયા |
8.45 | પશ્ચિમ ઓસ્ટ્રેલિયા |
9.30 | ચાઇના, ફિલિપાઇન્સ |
10.30 | ઇન્ડોનેશિયા |
એક સમય એવો હતો જ્યારે સમોઆ (અમેરિકન સમોઆ નહીં) નવા વર્ષની ઉજવણી કરનારા છેલ્લા દેશોમાંનો એક હતો. પરંતુ 2011 માં બધુ બદલાઈ ગયુ. જ્યારે દેશે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સાથે સંરેખિત થવા માટે સમય ઝોન બદલ્યા. હવે સમોઆ નવા ઉજવણી કરનારા પ્રથમ દેશોમાંનો એક છે.
ભારત પહેલા આ દેશોમાં નવા વર્ષની ઉજવણી
વિશ્વભરમાં જુદા જુદા ટાઇમ ઝોનને કારણે ઘણા દેશો છે જે આ શ્રેણીમાં આવે છે. એવા 41 દેશો છે જે ભારત પહેલા નવા વર્ષનું સ્વાગત કરે છે. તેમાં કિરીટીમટી, સમોઆ અને ટોંગા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાપુઆ ન્યુ ગીની, રશિયાના ભાગો, મ્યાનમાર, જાપાન અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે.