ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL ની ગણતરી વિશ્વની સૌથી ફેમસ T20 લીગમાં થાય છે. આઈપીએલ ફક્ત ભારતમાં જ નહીં ,પરંતુ સમગ્ર વિશ્વમાં ક્રિકેટમાં ખૂબ જ પસંદ કરવામાં છે. ઘરેલુ ક્રિકેટરોથી લઈને ઘણા વિદેશી નામોના નસીબ આ લીગમાં ચમક્યા છે.
આ જ કારણ છે કે ફેન્સ દર વર્ષે IPL ની આતુરતાથી રાહ જુએ છે. પરંતુ આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બોલર હરભજન સિંહે નવી આઈપીએલ વિશે પોતાનો વિચાર વ્યક્ત કર્યો છે. હરભજન સિંહ ઈચ્છે છે કે BCCI ભૂતપૂર્વ ક્રિકેટરો માટે પણ એક IPL શરૂ કરે.
હરભજન સિંહે વ્યક્ત ક્યો પોતાનો વિચાર
હરભજન સિંહે મીડિયા શોમાં વાત કરતી વખતે ભૂતપૂર્વ ખેલાડીઓ માટે IPL શરૂ કરવાની BCCIને વિનંતી કરી. તેને કહ્યું કે “હું ઈચ્છું છું કે BCCI લેજેન્ડ્સ ક્રિકેટર્સનું IPL શરૂ કરે, જેમાં અમારા જેવા ભૂતપૂર્વ ખેલાડીઓ પણ ફરીથી રમી શકે. એક વાર મેં આ મેસેજ BCCIને મોકલ્યો હતો. પરંતુ ત્યારે આ વાત અધૂરી રહી ગઈ. મને વિશ્વાસ છે કે ફેન્સ પણ જૂના લિજેન્ડને ફરીથી રમતા જોવા માંગે છે.
જો BCCI લેજેન્ડ્સની IPL શરૂ કરે છે, તો બીજી બધી નાની લીગ જે ચાલી રહી છે તે બંધ થઈ જશે.” છેલ્લાં કેટલાક સમયમાં ઘણી લીગ શરૂ થઈ છે, જેમાં ભૂતપૂર્વ ક્રિકેટરો ભાગ લેતા જોવા મળે છે. સચિન તેંડુલકર, યુવરાજ સિંહ અને બ્રાયન લારા જેવા પ્લેયર્સ પણ આ લીગમાં રમતા જોવા મળ્યા છે.
ઘણી લીગમાં ભાગ લે છે હરભજન સિંહ
IPL ને અલવિદા કહ્યા પછી, હરભજન સિંહ ઘણી T20 લીગમાં રમતો જોવા મળ્યો છે. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં હરભજન સિંહ ઈન્ડિયા લિજેન્ડ્સ તરફથી રમે છે. આ લીગમાં વીરેન્દ્ર સેહવાગ, સચિન તેંડુલકર, યુવરાજ સિંહ અને ઈરફાન પઠાણ જેવા પ્લેયર્સ પણ ભાગ લે છે. આ લીગ દર વર્ષે રમાય છે. આ સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ લીગમાં પણ ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો પણ ફેન્સની યાદોને તાજી કરતા જોવા મળે છે. પરંતુ હરભજન દ્વારા આપવામાં આવેલા સૂચન પર ભવિષ્યમાં ચોક્કસપણે વિચાર કરી શકાય છે.


