ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. ભારત-પાકિસ્તાન મેચમાં ભારતની જીત બાદ, હાર્દિક તેના વેકેશનનો આનંદ માણી રહ્યો છે.
હાર્દિક પંડ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને આ અંગે સંકેત આપ્યો. આ દરમિયાન ફેન્સે કંઈક એવું જોયું છે જેના પછી એવી ચર્ચા છે કે હાર્દિક તેની કથિત ગર્લફ્રેન્ડ જાસ્મિન વાલિયા સાથે વેકેશન એન્જોય કરી રહ્યો છે. નતાશા સ્ટેનકોવિકથી અલગ થયા પછી, એવી ચર્ચાઓ છે કે હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયા એકબીજાને ડેટ કરી રહ્યા છે.
ક્રિકેટરે શેર કર્યા ફોટા
તમને જણાવી દઈએ કે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પાકિસ્તાન સામે જીત મેળવ્યા બાદ ભારતની પ્રશંસા થઈ રહી છે. આ દરમિયાન, ક્રિકેટર હાર્દિક પંડ્યા વિજયની ઉજવણી કરવા માટે વેકેશન પર ગયો છે. તેને પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બીચ પર તાજગીનો આનંદ માણી રહ્યો છે. હાર્દિકે તસવીરો શેર કર્યા પછી તરત જ, જાસ્મિન વાલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી.
જાસ્મિન વાલિયાના ફોટા વાયરલ થયા
જાસ્મિન વાલિયાએ સોશિયલ મીડિયા પર દુબઈમાં તેના રોકાણની ઝલક આપતી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે બીચ પર સનબાથ લેતી જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો વાયરલ થતાં જ ફેન્સે અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું કે હાર્દિક અને જાસ્મિન દુબઈમાં સાથે વેકેશન માણી રહ્યા છે.
ફેન્સે આપી પ્રતિક્રિયા
જાસ્મિન વાલિયાની તસવીરો પર ફેન્સે પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન, એક યુઝરે લખ્યું છે કે’હાર્દિક ભાઈ અહીં ફરવા ગયા છે.’ બીજા યુઝરે લખ્યું છે કે ‘હાર્દિક ભાઈની રાજકુમારી.’ અન્ય યુઝરે લખ્યું છે કે ‘બંને બીચ પર મજા માણી રહ્યા છે.’ આ રીતે યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયા સાથે છે.
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ દરમિયાન જાસ્મિન વાલિયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, તે હાર્દિક પંડ્યાને ફ્લાઈંગ કિસ આપતી જોવા મળી હતી. આ સિવાય તે ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારતી જોવા મળી હતી.


