યુપીમાં મહાકુભ 2025ની શાનદાર ઉજવણી બાદ હવે હરિદ્વાર કુંભ 2027ની શાહી સ્નાનની તારીખની ઔપચારિક જાહેરાત કરી છે. પવિત્ર ગંગા ઘાટ પર આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં આદ્યાત્મિક ભવ્યતા અને ધાર્મિક ઉત્સાહ બંનેનો અદભુત સંગમ જોવા મળ્યો.
ક્યારે છે હરિદ્વાર કુંભનું પ્રથમ શાહી સ્નાન
આજે ઉત્તરાખંડમાં પૂજ્ય સાધુ સંતો, અખાડાના પ્રતિનિધિઓ અને પ્રશાસનના અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉત્તરાખંડ સીએમ પુષ્કર સિંહ ધામીએ હરિદ્વાર કુંભ 2027ના શાહી સ્નાન માટેની ઔપચારિક રીતે તારીખ જાહેર કરી છે. પવિત્ર ગંગા તટ પર વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સીએમધામીએ કહ્યું કે હરિદ્વાર કુંભ 2027નું પ્રથમ શાહી સ્નાન 14 જાન્યુઆરી 2027ના રોજ આયોજિત થશે. આ સાથે જ તેમણે આવનારા મહિનાઓમાં અન્ય શાહી સ્નાનની તારીખ પણ પરંપારિક પંચાગ અને અખાડાઓની સહમતિથી જાહેર કરી. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે કુંભ મેળા ક્ષેત્રનો વિકાસ, સુરક્ષાની વ્યવસ્થા અને શ્રદ્ધાળુઓની સુવિધાઓને લઇને રાજ્ય સરકાર અત્યારથી જ તૈયારીઓમાં વ્યસ્ત બની છે.
ઉત્તરાખંડની સંસ્કૃતિ વૈશ્વિક સ્તરે દેખાશે- સીએમ ધામી
સીએમ ધામીએ કહ્યું કે આ કુંભ ઉત્તરાખંડની સાંસ્કૃતિક અને આદ્યાત્મિક ધરોહરને વૈશ્વિક સ્તર પર વધારે સશક્ત રીતે રજૂ કરવાનો અવસર પ્રાપ્ત કરે છે. સરકારનું લક્ષ્ય 2027નો કુંભ સૌથી સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સ્વચ્છ મેળો બને. તેમણે અધિકારીઓને વાહનવ્યવહાર. સ્વચ્છતા અને જળ વ્યવસ્થા અને ઇમરજન્સીને પહોંચી વળવા તેમજ ડિઝિટલ સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવે.
આ કાર્યક્રમમાં હાજર રહેલા અખાડા પરિષદના સંતોએ પણ રાજ્ય સરકારની તૈયારીઓ અને તૈયારીઓ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. સંત સમુદાયે આશા વ્યક્ત કરી હતી કે આગામી કુંભ મેળો ભક્તો માટે દિવ્ય અને ભવ્ય અનુભવ લાવશે.
જાહેરાત બાદ તૈયારીઓ તેજ
આ જાહેરાત બાદ હરિદ્વારમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું, કારણ કે કુંભના શાહી સ્નાનની તારીખ નક્કી થતાં જ સમગ્ર પ્રદેશ ધાર્મિક પ્રવૃત્તિઓ અને વ્યવસ્થાઓમાં સક્રિય રીતે જોડાયો હતો. વહીવટીતંત્ર, સંતો અને સ્થાનિક લોકો હવે કુંભ 2027 ની તૈયારીઓ ઝડપી બનાવી રહ્યા છે. નોંધનીય છે કે ધામી સરકાર કુંભ મેળાની જાહેરાત પર વ્યાપકપણે કામ કરી રહી છે, કારણ કે દેશભરમાંથી અને વિદેશથી પણ ભક્તો કુંભ માટે હરિદ્વાર પહોંચે છે.
વધુ વાંચો- Ditwah Cyclone Alert: સાવધાન! આવી રહ્યું છે વધુ એક ચક્રવાત..આ 4 રાજ્યોમાં વરસાદની ચેતવણી


