- હરણી બોટ દુર્ઘટના મુદ્દે સરકાર સામે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી
- કાર્યવાહીના નામ પર બેદરકારી રાખતા અધિકારીઓ સામે પગલાં ભરો: હાઈકોર્ટ
- સરકારના રિપોર્ટ પર આગામી સપ્તાહમાં સુનાવણી થશે
વડોદરાના હરણી બોટ દુર્ઘટના મુદ્દે સરકાર સામે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે, શહેરી વિકાસ વિભાગના રિપોર્ટથી હાઈકોર્ટ નારાજ થઈ છે અને હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા ટકોર કરી છે કે આ રિપોર્ટ સ્વીકારવા યોગ્ય છે કે કેમ સરકાર તમે જ કહો.
બેદરકારી રાખતા અધિકારીઓ સામે પગલા લો: હાઈકોર્ટ
તેમજ એક બાદ એક બેદરકારી સામે આવ્યા બાદ અને સરકારી જવાબ ચોપડામાં જ રહે છે અને કાર્યવાહીના નામ પર બેદરકારી રાખતા અધિકારીઓ સામે પગલાં ભરો તેવી ટકોર પણ હાઈકોર્ટે સરકારને કરી છે. ઉલ્લેખનીય છે કે સરકારના રિપોર્ટ પર આગામી સપ્તાહમાં સુનાવણી થશે. તમને જણાવી દઈએ કે હરણી બોટ દુર્ઘટનામાં નાના સ્કૂલના 14 લોકોના મોત થયા હતા.
બોટકાંડના આરોપીઓની જામીન અરજી રદ્દ કરવા સરકારની અરજી
વડોદરાના હરણી બોટકાંડના આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી. તેની સામે સરકારે પણ આરોપીઓની જામીન અરજીના વિરોધમાં અરજી કરી હતી. મળતી માહિતી મુજબ ગુજરાત સરકારે હરણી બોટકાંડના 10 આરોપીઓની અરજી રદ્દ કરવા માટે અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના હરણી બોટકાંડમાં 14 લોકોના મૃત્યુ થયા હતા અને આ કેસમાં કુલ 18 આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી 10 આરોપીઓએ જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.


