- PM મોદીના રોડ શોને લઈ લોખંડી બંદોબસ્ત જોવા મળ્યો
- ગૃહ રાજ્ય મંત્રી દ્વારા રોડ-શોના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું
- એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી પગપાળા નિરીક્ષણ કર્યું
PM મોદીના રોડ શોને લઈ લોખંડી બંદોબસ્ત જોવા મળ્યો છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી દ્વારા રોડ-શોના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાં હર્ષ સંઘવી રોડ-શો રૂટ પર પગપાળા નીકળ્યા છે. એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી પગપાળા નિરીક્ષણ કર્યું હતુ.
PM મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે
PM મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શોની શરુઆત થશે. 9 થી 13 જાન્યુઆરી સુધી ગ્લોબલ ટ્રેડ શો ચાલશે. બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં ગ્લોબલ ટ્રેડ શો યોજાઇ રહ્યો છે. જેમાં 100 જેટલા વિઝિટિંગ દેશો, 33 પાર્ટનર દેશો સામેલ છે. 20 દેશો પોતાના દેશના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે. તથા સંશોધન ક્ષેત્રના 1000થી વધુ પ્રદર્શકો ભાગ લેશે. તેમજ 10-11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ મુલાકાત લઇ શકશે.
12-13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ટ્રેડ શો ખુલ્લો મુકાશે
12-13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ટ્રેડ શો ખુલ્લો મુકાશે. તેમજ ટ્રેડ શોમાં મેક ઈન ગુજરાત, આત્મનિર્ભર ભારતના સ્ટોલ છે. તથા ટ્રેડ શોમાં એગ્રો, ફૂડ પ્રોસેસિંગનું પ્રદર્શન જોવા મળશે. ઓટો, સિરામિક, કેમિકલ, જેમ્સ એન્ડ જ્વેલરી તથા ફાર્મા, પોર્ટ્સ, મરીન જેવા ક્ષેત્રોના ઉત્પાદનોનું પ્રદર્શન જોવા મળશે.


