- લઠ્ઠાનો કોઈ અંશ મળ્યો નથી : હર્ષ સંઘવી
- બીજો રિપોર્ટ સાંજ સુધીમાં આવી જશે
- FSL રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે
આજે સવારથી રાજ્યમાં વધુ એક લઠ્ઠાકાંડની આશંકા જોવામાં આવી રહી છે. ત્યાં હવે કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ગાંધીનગરના કથિત લઠ્ઠાકાંડ મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. જેમાં ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, આ ઘટના અંગેનો પ્રાથમિક રિપોર્ટ આવી ગયો છે. પ્રાથમિક રિપોર્ટમાં લઠ્ઠાનો કોઇ અંશ મળ્યો નથી.
આ સાથે જ હર્ષ સંઘવીએ કહ્યું કે, આ સામાજિક દુષણ સામે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કડક પગલાના આદેશ આપવામાં આવ્યા છે. તેમજ જણાવ્યું કે, આ અંગેના રિપોર્ટ આજે આવશે ત્યારબાદ વધુ વિગતો સામે આવી શકે છે. પરંતુ કડક તપાસ અને કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલે હું રાજનીતિ કરવા માંગતો નથી.
શું હતી ઘટના?
રાજ્યમાં વધુ એક લઠ્ઠાકાંડની આશંકા છે. ગાંધીનગરના લીહોડા ગામમાં લઠ્ઠાકાંડની આશંકામાં બે લોકોના મોત થયા છે. ઝેરી દારૂ પીનારા અને અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઝેરી દારૂ પીવાથી કુલ પાંચ લોકોને અસર થઇ હતી જેમાં બે લોકોના મોત થયા છે જ્યારે ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ તરફ બનાવની જાણ થતા જ રેન્જ આઇજી અને પોલીસ વડા લીહોડા ગામમાં પહોંચ્યા છે. મૃતકોનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં મોટો ખુલાસો થયો છે. ગાંધીનગર પોલીસ વડા રવિ તેજાએ દાવો કર્યો છે કે આ ઘટના ગઇકાલની છે અને મૃત્યુ પામનાર વ્યક્તિઓ લાંબા સમયથી દારૂ પીતા હતા. આ ઘટના બાદ સેમ્પલને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.


