હડમતાળા પાસે ડિવાઇડર સાથે બાઇક ટકરાતા યુવાનનું મોત
અગ્ર ગુજરાત, રાજકોટ
કોટડાસાંગાણીથી અરડોઈ હડમતાળા પાટિયા પાસે ડિવાઇડર સાથે મોટર સાયકલ અથડાતા વીનોદ ભાઈ રમણીક ભાઈ પરમાર સણોસરા ગામના રહેવાસી અને અમરેલી જિલ્લાના હોય અને હાલમા સાપર વેરાવળ શાંતિધામમાં રહે છે તેવું જાણવા મળ્યું છે તે કોટડા સાંગાણીથી અરડોઈ રોડના વણાંકમા ડીવાઈડર સાથે મોટરસાયકલ અથડાતા માથાનાં ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા અને ધટના સ્થળે મૃત્યુ પામેલ હતા. તે કોટડા સાંગાણી તરફથી શાપર વેરાવળ તરફ પોતાનું મોટરસાયકલ લઈને મોટર સાયકલ નંબર જીજે 5 699 લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તા ઉપર અરડોઈ રોડ પાસે હડમતાળા ના પાટીયા પાસે ડિવાઇડર સાથે અથડાતા ધટના સ્થળે મુત્યુ પામેલ.


