- ધાબા પર જય શ્રીરામના ગીત વાગી લોકોએ કરી ઉજવણી
- સંધ્યાકાળે લોકોએ આતશબાજી સાથે ઉત્તરાયણની મજા માણી
- આજે દિવસ દરમિયાન સારો પવન હોવાની પણ લોકોએ મજા લીધી
ઉત્તરાયણના બીજા દિવસે લોકોએ પવન સાથે પતંગ ચગાવવાની ખૂબ જ મજા માણી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આ ઉપરાંત સંધ્યાકાળે આકાશમાં આતશબાજી શરૂ થઈ હતી. જેની સાથે જ આકાશમાં પતંગોની જગ્યાએ ફટાકડા જોવા મળ્યા હતા. રંગબેરંગી ફટાકડા લોકોએ ફોડ્યા હતા.
એટલું જ નહીં પતંગ રસિકોના અનુસાર, આજે ગઈકાલ કરતાં સારો પવન હતો. તેના કારણે લોકો વહેલી સવારથી ધાબા પર ચડીને રંગબેરંગી પતંગ ચગાવતા જોવા મળ્યા છે. ધાબે ડીજેના તાલે લોકો પતંગની ઉજવણી કરતાં પણ જોવા મળ્યા છે. ઉત્તરાયણના બંને દિવસમાં પતંગ સાથે ધાબા પર રામ મંદિરનો ઉત્સાહ પણ લોકોમાં જોવા મળી રહ્યો હતો.
અમદાવાદમાં લોકો દેશ-વિદેશથી ઉત્તરાયણ કરવા માટે આવતાં હોય છે. આ વર્ષે પણ મોટી સંખ્યાં લોકો પોળ અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઉત્તરાયણની ઉજવણી કરતાં જોવા મળ્યા હતા. જે પછી મોડી સાંજે ઉત્તરાયણના દિવસે તેમજ વાસી ઉત્તરાયણ પણ લોકો પતંગ ઉડાવીને મજા માણી રહ્યા છે. જેની સાથે જ હવે ગુજરાતીઓએ ફટાકડા ફોડી, ગરબા રમીને ઉજવણી કરવાનું શરૂ કર્યું છે. સવારથી ઠેર-ઠેર ધાબા પર જય શ્રીરામના ગીત વાગી રહ્યાં છે.
જે સવારથી જ પવન સારો હોવાથી લોકો પરિવાર સાથે ધાબે જોવા મળ્યા છે. સવારથી પતંગ ઉડાવી અનેક લોકો સાથે પેચ લડાવી લોકોના પતંગ કાપતા અને મજા માણી રહ્યા હતા. આ વર્ષે બોલિવૂડના એનિમલ મૂવીના જમાલ જમાલું સોંગ ટ્રેડિંગમાં છે. એટલું જ નહીં આ વખતે જય શ્રીરામ ગીત વધારે વગાડી રહ્યા છીએ.


