ઉર્ષના પ્રથમ દિવસે રાષ્ટ્રીય કોમી એકતા સમારોહ : બંન્ને દિવસે હઝરત ગૈબનશાહ પીર કોન્ફરન્સ (તકરીરી પ્રોગ્રામ)
સૌરાષ્ટ્રના શહેનશાહ, કોમી એકતાના પ્રતિક સમા અને રાજકોટ શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ દરગાહ શરીફ હઝરત ગૈબનશાહ પીર રહેમતુલ્લાહ અલેયહનો ઉર્ષ મુબારક રાબેતા મુજબ મુસ્લિમ ચાંદ ૧૪ અને ૧૫ રજબ તેમજ અં.તા.૪ અને ૫ જાન્યુઆરી ૨૦૨૬, રવીવાર અને સોમવારના રોજ શાનો શૌકતથી મનાવવામાં આવશે.
આ ઉર્ષ મુબારકના પ્રથમ દિવસે રાત્રે ૮ કલાકે રાષ્ટ્રીય કોમી એકતા સમારોહનું ભવ્ય આયોજન રાખવામાં આવેલ છે જેમાં તમામ ધર્મના ધર્મગુરુઓ, સામાજીક અગ્રણીઓ, રાજકીય આગેવાનો જેવા મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને કોમી એકતા વિશે પ્રવચન આપશે. ત્યારબાદ હઝરત ગેબનશાહ પીર કોન્ફરન્સ યોજાશે જેમાં મૌલાના કાતીબ અહેમદ સાહબ (રાજસ્થાન) ની શાનદાર તકરીરનો પ્રોગ્રામ રાખેલ છે. ઉર્ષ મુબારકના બીજા દિવસે રામપુર (યુપી.) થી ખાસ કાજી એ શરઅ શહર રામપુર, ઔલાદે ઇમામે હસન મુજતબા, શહઝાદા એ આલી વકાર, ખલીફા એ તાજુશરીઅહ હઝરત અલ્લામા સય્યદ ફૈઝાન મીંયા હસની જમાલી કાદરી સાહબ તશરીફ લાવશે અને તકરીર ફરમાવે.
ઉર્ષ મુબારકના પ્રથમ દિવસે વહેલી સવારે સૈયદ સાદાતના મુબારક હાથે સંદલ ચડાવવામાં આવશે તેમજ બપોરે ૩ કલાકે નહેરુનગર રૈયા રોડ વિસ્તારમાંથી હાજી બસીરબાપુ બુખારીની આગેવાનીમાં સંદલ ઝુલુસ નીકળશે અને દરગાહ શરીફ પોહચશે. ઉર્ષ મુબારકના પ્રથમ દિવસે બાદ નમાજ મગરીબ સાંજે ભાટીયા બોર્ડીંગ ગ્રાઉન્ડમાં વેજીટેબલ ન્યાઝ (પ્રસાદ) હિંદુ મુસ્લિમ તેમજ દરેક સમાજના લોકો લઇ શકે તે માટેનું ખાસ આયોજન કરવામાં આવેલ છે.
ઉપરોક્ત કાર્યક્રમમાં તમામ હિંદુ મુસ્લિમ તેમજ દરેક સમાજના લોકોને હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટના પ્રમુખ યુસુફભાઈ ઈસ્માઈલભાઈ દલ, ઉપ પર્વ, તૈયબભાઇ ભાણુ, મહા મંત્રી, રહીમભાઇ મહમદભાઇ સોરા, સહમંત્રી હાજી બસીરબાપુ બુખારી, ટ્રસ્ટી સૈયદ અજરુદ્દીનબાપુ જમીલ અહેમદબાપુ કાદરી, વકાર સલીમભાઇ બ્લોચ (સકલૈની), અનવરભાઇ ચાનીયા, હાજી સજરુદીનભાઇ બાદી, હાજી ફીરોજખાન પઠાણ, અહેસાનભાઇ ચૌહાણ, હાજી ઇબ્રાહીમભાઇ કુરેશી, મુસ્તફાભાઈ કુરેશી, દ્વારા આમંત્રણ આપવામાં આવે છે.


