- વર્લ્ડકપમાં ટાઈમ આઉટનો નિયમ ચર્ચામાં આવ્યો હતો
- હવે હેંડલિંગ ધ બોલનો નિયમ ચર્ચામાં આવ્યો
- ક્રિકેટમાં 12 રીતે બેટ્સમેન થાય છે આઉટ
ગત મહિને વનડે વર્લ્ડકપમાં ટાઈમ આઉટનો નિયમ ચર્ચામાં આવ્યો હતો. જ્યારે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની ટેસ્ટ સીરિઝમાં હેંડલિંગ ધ બોલનો નિયમ ચર્ચામાં આવ્યો છે. આ 2 એવા નિયમ છે, જે ICCના નિયમ બુકનો ભાગ છે, પરંતુ પહેલાં કોઈ આ નિયમ અંગે જાણતું નહતું. હવે આ 2 સાથે 12 રીતને લોકો જાણવા માંગે છે, જેનાથી ક્રિકેટમાં એક બેટ્સમેન આઉટ થઈ શકે છે.
હેંડલિંગ ધ બોલથી શરૂ થઈ ચર્ચા
બુધવાકે ઢાકા ટેસ્ટમં બાંગ્લાદેશના મુશ્ફિકુર રહીમ અજીબોગરીબ રીતે આઉટ થયો હતો. તેમણે બોલને હાથથી પકડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને આઉટ આપવામાં આવ્યો હતો. આ નિયમ 2017માં ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ અંતર્ગત બનાવવામાં આવ્યો છે.
બેટ્સમેન કઈ 12 રીતે આઉટ થાય છે?
બોલ્ડ- બોલ કોઈ બેટ્સમેનના સ્ટંપ પર લાગે છે, તો તેને બોલ્ડ આઉટ આપવામાં આવે છે.
કેચ આઉટ- જો કોઈ બેટ્સમેન શોર રમે છે અને બોલ સીધો કોઈ ફીલ્ડરના હાથમાં જાય છે તો તે કેચ આઉટ થાય છે.
LBW- જ્યારે બોલ બેટ્સમેનના પગમાં લાગે છે અને તે પગ સ્ટંપની સામે હોય છે, તો તેને LBW આઉટ કહેવામાં આવે છે.
રનઆઉટ- રન લેવા સમયે જો કોઈ બેટ્સમેન ક્રીઝથી દૂર રહે છે અને થ્રો સ્ટંપ પર લાગે છે તો તેને રનઆઉટ કહેવામાં આવે છે.
સ્ટંપિંગ- જો વિકેટકીપર બેટ્સમેનના બોલ મિસ કરવા પર તેને સ્ટંપ મારે છે અને બેટ્સમેન ક્રીઝની બહાર હોય છે, તો તેને સ્ટંપિંગ કહે છે.
ટાઈમ આઉટ- જો એક બેટ્સમેન આઉટ થાય છે અને બીજો બેટ્સમેન ક્રીઝ પર 2 મિનિટમાં આવીને રમતો નથી, તો તેને ટાઈમ આઉટ આપવામાં આવે છે.
ઓબસ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ- જો કોઈ બેટ્સમેન ક્રીઝની બહાર હોય છે અને ફીલ્ડર બોલ થ્રો કરે છે. જો બેટ્સમેન તે થ્રો સામે આવે છે અથવા બોલ રોકે છે તો તેને આઉટ આપવામાં આવે છે.
હેંડલિંગ ધ બોલ- જો કોઈ બેટ્સમેન શોટ રમ્યા બાદ બોલને હાથથી રોકે છે, તો તેને હેંડલિંગ ધ બોલ અંતર્ગત આઉટ આપવામાં આવે છે.
માંકડિંગ- જો નોન સ્ટ્રાઈકિંગ એન્ડનો બેટ્સમેન ક્રીઝથી બહાર નીકળે છે અને બોલર બોલ ફેંક્યા પહેલાં બોલને સ્ટંપ પર મારે છે, તો તેને માંકડિંગ અંતર્ગત આઉટ આપવામાં આવે છે.
હિટ વિકેટ- જો કોઈ બેટ્સમેન બેટિંગ કરવા સમયે સ્ટંપને ટચ કરે અથવા બેટ સ્ટંપને ટચ થાય છે, તો તેને હિટ વિકેટ કહેવામાં આવે છે.
ડબલ હિટ- જો કોઈ બેટ્સમેન બોલને 2 વખત મારે છે, તો તેને આઉટ આપવામાં આવે છે.
રિટાયર્ડ આઉટ- ખાસકરીને 11 રીતથી ક્રિકેટમાં આઉટ થાય છે, પરંતુ એક એવો નિયમ પણ છે, જેનાથી બેટ્સમેન પોતાની મરજીથી બહાર જાય છે અને તેને રિટાયર્ડ આઉટ કહેવામાં આવે છે.


