- તજના એન્ટીમાઈક્રોબિયલ અને એન્ટી વાયરલ ગુણ ઈમ્યુનિટી મજબૂત કરશે
- કોલેસ્ટ્રોલ લેવલ અને બીપીને ઘટાડવામાં કરે છે મદદ
- આ પાણી પેટ ફૂલવું, ગેસની સમસ્યા અને અપચાને દૂર કરે છે
તજ રસોઈનો એક એવો મસાલો છે જેને ખાસ કરીને સ્વાદ અને સુગંધના કારણે ભોજનમાં સામેલ કરાય છે. તેમાં અનેક પોષક તત્વો પણ હોય છે. તજ એન્ટીબાયોટિક ગુણોથી ભરપૂર હોય છે અને તેમાં મળતા એન્ટી ઓક્સીડન્ટ્સ શરીરને ઓક્સીડેટિવ ડેમેજથી દૂર કરે છે અને નુકસાન કરનારા ફ્રી રેડિકલ્સથી છૂટકારો આપે છે. તજ એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણથી ભરપૂર છે, તો જાણો તેને પીવાથી કયા ફાયદા મળશે.
આ રીતે ઘરે બનાવો તજનું પાણી
તજનું પાણી બનાવવા માટે તજની 2 ડાંડી લો. હવે 4 કપ પાણી લો અને તેમાં તેને મિક્સ કરીને 15-20 મિનિટ સુધી ઉકાળો. હવે ગેસ બંધ કરો અને પછી તેને ઠંડું થવા દો. સ્વાદ વધારવા માટે આ પાણીમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરો. તેને ઠંડું કે ગરમ કરીને પી શકાય છે. ધ્યાન રાખો કે જરૂર કરતા વધારે તેનું સેવન ન કરો.
મજબૂત થાય છે ઈમ્યુનિટી
શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા એટલે કે ઈમ્યુનિટી વધારવા માટે તજનું સેવન કરાય છે. તેમાં એન્ટીમાઈક્રોબિયલ અને એન્ટીવાયરલ ગુણ હોય છે જે શરીરની ઈમ્યુન સિસ્ટમને ઈંફેક્શન્સ અને બીમારીથી બચાવે છે.
હાર્ટને રાખે છે હેલ્ધી
તજનું પાણી પીવાથી હાર્ટની હેલ્થ સારી રહે છે. તેને પીવાથી કોલેસ્ટ્રોલ લેવલલ ઘટે છે અને બીરી ઓછું થવામાં મદદ મળી રહે છે.
પાચન થશે સારું
પેટની અનેક તકલીફોને દૂર કરવામાં તજનું પાણી અસરકારક રહે છે. આ પાણી પીવાથી પેટનો ગેસ, પેટ ફૂલવું અને અપચાની સમસ્યા પણ દૂર થાય છે.
સ્કીન રહે છે સારી
તજનું પાણી પીવાથી સ્કીનની હેલ્થ સારી રહે છે. તેના એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ સ્કીનના એક્ને અને ફોલ્લીઓની સમસ્યાને દૂર રાખે છે.