- વજન ઘટાડવામાં ખીચડી કરશે મદદ
- હાર્ટના દર્દી માટે આ ટ્રેડિશનલ ખીચડી છે લાભદાયી
- કાર્બ્સ, આયર્ન, ફાઈબર, વિટામિન સી, કેલ્શિયમનો ખજાનો છે
ઉત્તરાયણના તહેવારનું વિશેષ મહત્ત્વ છે કેમકે પંચાંગના અનુસાર આ દિવસે હિંદુ ધર્મમાં નવા વર્ષની શરૂઆત થાય છે. આ દિવસને શુભ માનવામાં આવે છે આ માટે આ દિવસે સ્નાન અને દાન જેવા અનેક કામ કરીને પુણ્ય કમાઈ લેવું જરૂરી છે. આ તહેવાર દર વર્ષે 14-15 જાન્યુઆરીએ ઉજવાય છે. સૂર્યદેવની ઉપાસનાની સાથે લોકો પવિત્ર નદીમાં સ્નાન કરવા પહોંચે છે. આમ તો મકર સંક્રાતિની સાથે અનેક રીત રિવાજ પણ જોડાયેલા છે અને તેને અનેક જગ્યાઓએ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. રાજસ્થાન કે ઉત્તર ભારતના અનેક ભાગમાં આ દિવસે ખાસ ખીચડી બનાવવામાં આવે છે. આ ટ્રેડિશનલ ખીચડીના અનેક ફાયદા પણ છે. તો જાણો શું લાભ થશે અને કેવી રીતે ફટાફટ બનશે આ ખીચડી.
પાચન ક્રિયામાં સુધારો
પેટનું સ્વાસ્થ્ય બગડે ત્યારે ખાસ કરીને ચોખા અને દાળની ખીચડી ખાવાની સલાહ અપાય છે. આ લાઈટ ફૂડ છે અને તે પચવામાં સરળ રહે છે. ઓછા મસાલા સાથે ખાસ અનાજના કારણે તેનો સ્વાદ લાજવાબ હોય છે. તેને તમે રૂટિન ડાયટમાં પણ સામેલ કરી શકો છો. તેનાથી શરીરમાં ફાઈબર સહિત અનેક પોષક તત્વોની પૂર્તિ કરી શકાય છે.
હાર્ટ માટે લાભદાયી
ઓછા તેલ, ઘી, હળદર અને મીઠામાં તૈયાર થતી આ ખીચડી હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. હાર્ટના દર્દીને ડોક્ટર કે એક્સપર્ટ પણ હળદર ખાવાની સલાહ આપે છે.
વજન ઘટાડવામાં લાભદાયી
વજન ઘટાડવા માટે ખીચડી જેવું લાઈટ ફૂડ ખાવાની સલાહ અપાય છે. પોષક તત્વોથી ભરપૂર ખીચડી મેટાબોલિઝમને સારુ રાખે છે. તેનાથી વેટલોસમાં મદદ મળે છે. સાથે હેલ્ધી ડિશ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. અનહેલ્ધી ફૂડ્સને ખાવાની ક્રેવિંગ પણ ઘટે છે.
શું મળે છે ખીચડીમાંથી
જિમ જનારાને ખીચડી ખાવાની સલાહ અપાય છે. તેમાં પ્રોટીન હોય છે. આ સિવાય ખીચડી કાર્બ્સ, આયર્ન, ફાઈબર, વિટામિન સી, કેલ્શિયમ અને ફોસ્ફરસ સહિત મેગ્નેશિયમ જેવા મિનરલ્સથી ભરપૂર હોય છે. તેના તમામ તત્વો ગુણકારી રહે છે.
આ રીતે બનાવો હેલ્ધી ખીચડી
તમે ઈચ્છો તો બીન્સ કે અન્ય શાકને પણ સામેલ કરીને વેજિટેબલ ખીચડી તૈયાર કરી શકો છો. મગની દાળ, ચોખાના સિવાય તમે તેમાં શાકના પોષક તત્વો પણ સામેલ કરી શકો છો. આ રીતે ફૂડ લેવાથી બોડી ડિટોક્સ રહે છે. તો ઉત્તરાયણના દિવસે આ ખીચડી અચૂક ટ્રાય કરો.