એવું કહેવાય છે કે જે દરરોજ યોગ કરે છે તે માત્ર ન સ્વસ્થ રહે છે પરંતુ તેની યાદશક્તિમાં વધારાથી લઇને અનેક એવા રોગોથી પરે રહે છે. યોગ માત્ર શરીરને ફ્લેક્સિબલ બનાવે છે પરંતુ શરીરને અંદરથી આરોગ્યમય બનાવવામાં પણ સહાયક છે. એટલે જ હેલ્થ એક્સપર્ટ્સ સ્વસ્થ જીવન માટે દરરોજ યોગને કરવાની સલાહ આપે છે. યોગાસનમાં મલાસન એક એવુ આસન છે જેને નિયમિત પણે કરવાથી અનેક લાભ થઇ શકે છે.
આવો જાણીએ કે રોજ 1 મહિનો મલાસન કરવાથી શું ફાયદા થઈ શકે છે:
1. પાચનતંત્ર મજબૂત બને છે
મલાસન દરમ્યાન પેટના નીચેના ભાગમાં હળવો દબાણ પડે છે. જેના કારણે પાચનતંત્ર સક્રિય બને છે. આ આસન અપાન વાયુને સંતુલિત કરે છે, જેના કારણે મળમૂત્ર ત્યાગ સરળ બને છે. રોજ મલાસન કરવાથી કબજિયાત જેવી સમસ્યા ઘટે છે અને પેટ હળવું થાય છે.
2. કમરના દુખાવામાં રાહત
મલાસન દરમિયાન રીઢની હડ્ડી સીધી રહે છે. અને ખભો વધુ મજબૂત બને છે. મલાસન કરવાથી પીઠની મસલ્સ પરનો દબાણ ઘટે છે, રીઢના હાડકાને મજબૂતી મળે છે અને કમરના દુખાવામાં રાહત મળે છે.
3. ઘૂંટણ અને પગની ઘૂંટીમાં રાહત
મલાસન કરવાથી પગના સાંધા – ખાસ કરીને ઘૂંટણ અને ધૂંટીમાં ધીરે ધીરે લવચીકતા એટલે કે ફ્લેક્સિબિલિટી લાવે છે.જેને કારણે સાંધાની જકડાશ અને દુખાવા જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
4. મહિલાઓ માટે ખાસ ફાયદાકારક
મલાસન પેલ્વિક ફ્લોર એટલે કે જાંઘના અંદરના ભાગને મજબૂત બનાવે છે અને ગર્ભાશય તથા પ્રજનન અંગોમાં રક્ત પ્રવાહ વધે છે. જેના કારણે માસિક ધરમ દરમ્યાન થતી ક્રમ્પસ અને તકલીફ ઘટે છે.