સ્વાદમાં કડવા કારેલા આરોગ્ય માટે વરદાનરૂપ છે. કારેલાનું સેવન અનેક સ્વાસ્થ્ય સમસ્યા માટે રામબાણ ઇલાજ માનવામાં આવે છે. બ્લડ સુગર કંટ્રોલ કરવા, પાચનમાં સુધારો કરવા સાથે લીવરને સ્વસ્થ રાખે છે કારેલા. આ ઉપરાંત વરસાદી સિઝનમાં શરીરને ડિટોક્સિફિકેશન કરવું હોય તો કારેલાનો રસ બેસ્ટ ઘરેલુ ઉપચાર છે.
આરોગ્ય તંદુરસ્ત રાખવા કારેલાનું કરો સેવન
ભારત દેશ વૈવિધ્યતાનો ભંડાર છે. વિવિધ ઋતુમાં જુદા-જુદા શાકભાજીનું સેવન કરવામાં આવતું હોય. ઋતુ પ્રમાણે દરેક શાકભાજીની પોતાની ખાસ વિશેષતા હોય છે. અત્યારે વરસાદી સિઝનમાં ચેપગ્રસ્ત અને ગંભીર બીમારીઓથી દૂર રહેવું હોય તો આહારમાં કારેલાનું સેવન કરવાનું શરૂ કરો. લીલા શાકભાજીમાં સામેલ કારેલા શરીર માટે અનેક રીતે ગુણકારી છે. ચાલો જાણીએ કારેલાનું સેવન આરોગ્ય તંદુરસ્ત રાખવા કેટલું ફાયદાકારક છે.
બીમારીઓ દૂર રાખશે : વરસાદી સિઝનમાં લોકોને તાવ, શરદી અને ઉધરસની સામાન્યા ફરિયાદ રહેતી હોય છે. આ ઉપરાંત મચ્છરના ઉપદ્રવાના કારણે મેલેરિયા જેવી ગંભીર બીમારીઓનું પ્રમાણ આ સિઝન દરમિયાન વધે છે. એટલે રોગ સામે રક્ષણ મેળવવા આ સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઈએ. કારેલામાં વિટામિન સી, ફ્લેવોનોઈડ્સ અને પોલીફેનોલ્સ જેવા પોષક તત્વો રહેલા છે. કારેલાનું સેવન રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતા બીમારીઓ સામે રક્ષણ મળશે.
પાચનતંત્ર અને લીવરના સ્વાસ્થયમાં સુધારો : કારેલામાં ફાઇબર અને પાણી ભરપૂર માત્રામાં રહેલું છે. કડવા કારેલા લીવરમાં પિત્તનું ઉત્પાદન વધારે છે જેના લીધે પાચનમાં સુધારો થાય છે અને શરીરમાં થતી વધારાની ચરબીનું ડિટોક્સિફિકેશન કરવામાં મદદ છે. અર્થાત્ વરસાદી સિઝનમાં આપણું પાચનતંત્ર નબળું પડે છે.
ત્વચાની સમસ્યામાં રાહત: વરસાદના ભેજવાળા વાતાવરણના કારણે ત્વચા સંબંધિત ફરિયાદ પણ વધે છે. અનેક લોકોને આ સિઝનમાં ખીલ, અને ફંગલ ચેપ જેવી સમસ્યાનો સામો કરવો પડે છે. કારેલાના બળતરા વિરોધી અને એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો લોહીને શુદ્ધ કરવામાં અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે. એટલે આ સિઝનમાં ત્વચાની આ સામાન્ય સમસ્યા દૂર કરવા રોજિંદા આહારમાં કારેલાનો સમાવેશ કરવાથી સારો લાભ થશે.
કેમ કારેલાનું સેવન ગુણકારી
કારેલામાં ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, કાર્બોહાઇડ્રેટ્સ, પોટેશિયમ, ઝિંક, વિટામિન A, વિટામિન B 2, વિટામિન C અને વિટામિન B 1 જેવા વિવિધ પોષક તત્વો રહેલા છે. કારેલાંનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી સહિત અનેક સ્વાસ્થય સમસ્યામાં ફાયદો થાય છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.