ભારતમાં સોફ્ટ ડ્રિંક્સ બજાર ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને યુવાનોમાં અત્યારે ડાયટ કોલ્ડ ડ્રિંકસનો ક્રેઝ જોવા મળ્યો છે. નામ, મુજબ આ ડ્રિંકસ વજન ઘટાડવા માટે વધુ ઉપયોગી નથી છતાં યુવાનોમાં તેનું જબરજસ્ત વળગણ છે. આજના યુવાનો સોશિયલ મીડિયાના કારણે ડાયટ કોલ્ડ ડ્રિંકસથી થતા નુકસાન વિશે પણ માહિતગાર છે. છતાં સિગારેટ અને તમાકુની જેમ યુવાનો માટે એક વ્યસન બન્યું છે.
બજારમાં વધી માગ
સોફ્ટ ડ્રિંકસના બજારને લઈને એક સર્વે કરાયો હતો જેમાં સામે આવ્યું કે 2017 થી 2022 સુધીના સમયગાળામાં સોફ્ટ ડ્રિંકનું બજાર દર વર્ષે લગભગ 19.8 ટકાના દરે વધ્યું. અને 2022 માં તેની કુલ આવક $18.25 બિલિયન હોવાનું જોવા મળ્યું. આ આંકડા મુજબ દરવર્ષે તેના બજારમાં લગભગ 22% નો વધારો થઈ રહ્યો છે. આ ડ્રિંકસને લઈને આરોગ્ય નિષ્ણાતે ચેતવણી આપી છે.
આ લોકો માટે હાનિકારક
ડાયેટ કોલ્ડ ડ્રિંક્સમાં ખાંડ હોતી નથી પરંતુ તેમાં તેમાં એસ્પાર્ટમ અને એસસલ્ફેમ પોટેશિયમ જેવા કૃત્રિમ સ્વીટનર્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ કૃત્રિમ સ્વીટનર્સ ધીરે-ધીરે તમારા ચયાપચય અને આંતરડાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. આરોગ્ય નિષ્ણાત કહે છે કે જે લોકો ડાયાબિટીસ અથવા વધુ વજન ધરાવતા હોય તેઓ આ ડ્રિંકસનું અમુક હદ સુધી સેવન કરી શકે છે. પરંતુ આ ડ્રિંક્સમાં મોટી માત્રામાં રહેલ એસ્પાર્ટમ સગર્ભા સ્ત્રીઓ અને માઈગ્રેન અથવા જેઓ ડિપ્રેશન અનુભવ હોય તેમના માટે સલામત નથી.આ ડ્રિકસનું સેવન આ લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
ડાયેટ કોલ્ડ ડ્રિંક્સ એક વ્યસન
જ્યારે તમે આ ડ્રિંકસનું સેવન નથી કરતા ત્યારે તમારા મૂડ અને દૈનિક જીવનશૈલીને અસર થાય છે. કારણ કે જયારે આ ડાયેટ કોલ્ડ ડ્રિંક્સ પીવો ત્યારે ડોપામાઇનનું સ્તર વધે છે. એટલે કે તેમાં નિકોટીન હોવાના કારણે આ વ્યસનને તમે જલદી છોડી શકતા નથી. આમ, વજન ઘટાડવા માટે ડાયેટ કોલ્ડ ડ્રિંક્સનો ઉપયોગ ધીરધીરે વ્યસન બનવા લાગે છે. આ ડ્રિંકસના સેવનથી ટૂંકા ગાળા માટે સ્વાસ્થ્યમાં તમને ફાયદો દેખાશે. પરંતુ લાંબા ગાળાની સમસ્યા માટે તે યોગ્ય ઉપચાર નથી. માટે ડાયેટ કોલ્ડ ડ્રિંક્સનું વ્યસન છોડવા તમે અન્ય હેલ્ધી ડ્રીંકના પીણાંને સ્થાન આપો. આ ઉપરાંત વજન ઉતારવા આવા ટૂંકાગાળાના ઉપાય બદલે આહાર અને જીવનશૈલીમાં બદલાવ કરો.