શું ખરેખર મહિલાઓ માટે આઈ બ્રો બ્યુટી ટ્રીટમેન્ટ ખરેખર જોખમી બની શકે છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મહિલાઓમાં વધતી બ્યુટી ટ્રીટમેન્ટને લઈને હેલ્થ એક્સપર્ટે ચેતવણી આપી છે. તેમના મતે મહિલાઓ દ્વારા આઈ બ્રો અને અન્ય બ્યુટી ટ્રીટમેન્ટ તેમની હેલ્થ સમસ્યામાં વધારો કરી શકે છે. આ બ્યુટી ટ્રીટમેન્ટ તેમના માટે લીવર ફેલ્યોર અથવા અન્ય ગંભીર રોગનું કારણ બની શકે છે.
લીવર સંબંધિત સમસ્યામાં વધારો
ભારત જ નહીં દુનિયાભરમાં ડાયાબિટીસ અને કેન્સર જેવા દુર્લભ રોગોના દર્દી વધ્યા છે. WHOના વિવિધ પ્રકારની ગંભીર બીમારીના સામે આવેલા આંકડા બતાવે છે કે થોડા સમય પહેલા સુધી દુર્લભ રોગોના દર્દી ઓછા હતા. છેલ્લા દાયકામાં ખાવા-પીવાની આદતો અને બગડતી જીવનશૈલીના કારણે દર 10માંથી એક વ્યક્તિ દુર્લભ રોગનો શિકાર છે. મોટાભાગના લોકોમાં આજકાલ લીવરની સમસ્યા જોવા મળી રહી છે. ખાસ કરીને મહિલાઓમાં લીવર ફેલ્યોરનું જોખમ વધુ જોવા મળ્યું છે.
બ્યુટી ટ્રીટમેન્ટ બની શકે જોખમી
મહિલાઓમાં વધતી લીવર સમસ્યાને લઈને વાયરલ વીડિયોમાં હેલ્થ એક્સપર્ટે આપેલું કારણ વધુ ચોંકાવનારું છે. હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે બ્યુટી પાર્લરમાં આઈબ્રો/થ્રેડિંગ અને અન્ય બ્યુટી ટ્રીટમેન્ટ કરવાના કારણે મહિલાઓમાં લીવર સંબંધિત સમસ્યા વધી છે. કારણ કે બ્યુટી ટ્રીટમેન્ટ માટે વપરાતી સામગ્રી મહિલા માટે વધુ હાનિકારક બને છે. આ સામગ્રી તેમની ત્વચાના સંપર્કમાં આવતા શરીરમાં પ્રવેશ છે.
લીવર ફેલ્યોર થવાની સંભાવના
આ બ્યુટી ટ્રીટમેન્ટ કરતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં ન આવે તો તેનાથી હેપેટાઇટિસ ચેપનું જોખમ વધી શકે છે. હેપેટાઇટિસ બી અને સી ચેપગ્રસ્ત લોહી દ્વારા ફેલાય છે. હેપેટાઇટિસ બી અથવા સી વાયરસ શરીરમાં પ્રવેશ કરતાં લીવરને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે. કેટલાક કિસ્સાઓમાં લાંબા સમય બાદ હેપેટાઈટસના લક્ષણો દેખાય છે. અને જો હેપેટાઇટિસની સારવાર ના કરવામાં આવે તો કેટલાક કિસ્સાઓમાં સિરોસિસ અથવા લીવર સંબંધિત સમસ્યા વધે છે. એટલે કે જો મહિલાઓ બ્યુટી ટ્રીટમેન્ટ અથવા તો આઈ બ્રો કરાવે ત્યારે થ્રેડિંગ દરમિયાન એક નાનો ઘા થાય છે અને જેના માધ્યમથી શરીરમાં આ વાયરસ પ્રવેશી શકે છે અને લીવર ફેલ્યોર થવાનું જોખમ વધી શકે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )