- શરીરનું તાપમાન 106 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધે તો હીટસ્ટ્રોક થાય
- સ્કીન ડ્રાય થવી, ઉલ્ટીઓ, તાવ, માથું દુઃખવું જેવા સામાન્ય લક્ષણો
- લીંબુ પાણી, નારિયેળ પાણી અને સાથે જ કેરીના પન્નાનું સેવન કરો
છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત વધતો રહ્યો છે. આ સાથે જ આગ ઝરતી ગરમી પણ ખતમ થવાનું નામ લેતી નથી. તો અન્ય તરફ લૂ પણ વધી રહી છે. એવામાં લોકો પોતાને હીટ સ્ટ્રોકથી બચાવવા ઈચ્છે છે. જો તમે પણ કેટલીક સામાન્ય વાતોને ધ્યાનમાં રાખી લેશો તો તમે બીમાર નહીં થાઓ. હીટ સ્ટ્રોકની સમસ્યા ત્યારે થાય છે જ્યારે શરીરનું તાપમાન 106 ડિગ્રીથી વધારે પહોંચે છે. તો આ સમયે તમારે ડોક્ટરની તરત સલાહ લેવી નહીં તો તમારું મોત પણ નીપજી શકે છે.
જાણો હીટ સ્ટ્રોકના લક્ષણો
- ઉલ્ટી થવી
- સ્કીન ડ્રાય થવી
- લૂઝ મોશન
- ચક્કર આવવા
- બેભાન થવું
- માથું દ્ઃખવું
- નબળાઈ
- અતિશય તાવ આવવો
- શરીરમાં દર્દ થવું
જાણો હીટ સ્ટ્રોકથી બચવાની રીતો
- સૌથી પહેલી રીત છે કે ભરબપોરે બહાર નીકળવાનું ટાળો.
- જો ગરમીમાં બહાર જાઓ છો તો છત્રીનો ઉપયોગ કરો.
- વધારે પ્રમાણમાં પાણી પીઓ.
- મોઢા અને માથાને કપડાંથી ઢાંકીને બહાર નીકળો.
- ઢીલા કપડા પહેરો.
- કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંકનું સેવન ઓછું કરો.
- ભોજનમાં મીઠાનું પ્રમાણ વધારો. તેનાથી શરીરમાં સોડિયમની ખામી નહીં રહે.
- ચા-કોફીનું સેવન ટાળો.
- દહીં અને છાશ પીવાનું રાખો.
હીટ સ્ટ્રોકથી બચવા આ ઘરેલૂ ઉપાયો અપનાવો
- ઘરની બહાર જતા પહેલા કેરીનો પન્નો, લીંબુ પાણી અને નારિયેળ પાણી પીઓ.
- તરબૂચ, કાકડી, ટેટીની સાથે વધુ પાણીવાળા ફ્રૂટનું સેવન કરો. તેનાથી શરીરમાં નેચરલ ઈલેક્ટ્રોલાઈટનું સ્તર સામાન્ય બનશે.
- ડુંગળી ખાવાથી ગરમીમાં બીમાર પડવાની શક્યતા વધે છે. એવામાં ભોજન બનાવતી સમયે ડુંગળીનો ઉપયોગ કરો.
- ઘરમાં બનેલું બેલનું શરબત પીઓ. તેમાં વિટામીન સી અને ફાઈબર વધારે હોય છે. તે શરીરને ઠંડું રાખે છે.
- ગરમીમાં લોકો બીમાર એટલા માટે પડે છે કેમકે તે ક્યારેક ઠંડકમાં અને ક્યારેક ગરમીમાં રહે છે. તો તમે આવું ન કરો.
- હીટ સ્ટ્રોકથી બચવા માટે તમે આ ઘરેલૂ નુસખા અપનાવી શકો છો પણ જો તબિયત ખરાબ થાય તો તમે ડોક્ટરનો સંપર્ક કરો.
Disclaimer: આ લેખ વાંચકોની વધારે જાણકારી માટે મુકવામાં આવ્યો છે.. સંદેશ આ સાથે સંમત છે જ એમ માનવું નહીં