ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે. આ ક્રોનિક રોગને ઓળખવો સહેલો નથી. આ બીમારીનું નિદાન થયા બાદ વ્યક્તિએ આહારમાં અને જીવનશૈલીમાં અનેક બદલાવ કરવો પડે છે. ડાયાબિટીસ ટાઇપ-1 અને ટાઇપ-2 એમ બે પ્રકારના હોય છે. આ બીમારી વધુ ગંભીર બનતા કયારેક વ્યક્તિએ અંગ કપાવું પડે છે તો કયારેક અંધ થવા સુધીનું જોખમ વધે છે. એટલે જ્યારે પણ કોઈને ડાયાબિટીસ બીમારીનું નિદાન થાય તો પરિવારના અન્ય સભ્યોએ પણ ચેતવું જોઈએ.
બીમારીનું નિદાન થવા પર ચેતી જજો
આ બીમારીના કારણે સ્વાસ્થય પર થતી ગંભીર અસર દૂર કરવા પ્રારંભથી જ કેટલીક બાબતો પર ધ્યાન રાખવું જોઈએ. પરિવારના સભ્યોમાંથી કોઈને ડાયબાટિસ હોય તો તમે પણ આ બીમારીના જોખમથી દૂર રહેવા આ ઉપાય આજથી જ શરૂ કરો. બ્લડ સુગર નિયંત્રણમાં રાખી શકશો અને આરોગ્ય પણ તંદુરસ્ત રહેશે.
ડાયાબિટીસના જોખમથી દૂર રહેવા આ ઉપાય અપનાવો
- ડાયાબિટીસના બીમારીમાં મેથીનું સેવન ઘરેલુ ઉપચાર છે. મેથીનું સેવન શરૂ કરો.
- મેથીના દાણા ડાયાબિટીસ માટે એક અદ્ભુત કુદરતી ઉપાય છે. રાત્રે એક ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટે આ પાણી પીવો.
- કોઈપણ બીમારી દૂર રાખવા શારીરિક કસરત મહત્વની છે. જમ્યા બાદ 10 થી 15 મિનિટ ચાલવું જોઈએ. આ સામાન્ય લાગતી ચાલવાની કસરત બ્લડ સુગર લેવલ નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તે પાચનમાં પણ સુધારો કરે છે
- પ્રોટીનયુક્ત ખોરાકનું સેવન કરવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને કાર્બોહાઇડ્રેટ્સમાંથી ખાંડ ધીમે ધીમે શોષાય છે. તેથી, દરેક ભોજનમાં કઠોળ, કુટીર ચીઝ, દહીં, ઈંડા, ચિકન, માછલી અને બદામનો સમાવેશ કરો.
- તજનું સેવન ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરે છે. તમે દરરોજ ચામાં તજનો પાઉડર નાખી સેવન કરવાથી લાભ મળશે.
- વિટામિન સીથી ભરપૂર આમળા એન્ટીઑકિસડન્ટનો ભંડાર છે. આમળાનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારશે સાથે-સાથે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરશે.
- શરીરને ખોરાક પચાવવા અને બ્લડ સુગર લેવલને સામાન્ય બનાવવા માટે પૂરતો સમય આપો. દર 2-3 કલાકે નાસ્તો કરવાને બદલે, ભોજન વચ્ચે 4-5 કલાકનો સ્વસ્થ અંતર રાખવાનો પ્રયાસ કરો.
- રાત્રિભોજન હળવું અને વહેલું ખાઓ. સૂતા પહેલા કંઈપણ ખાવાનું ટાળો, કારણ કે આ રાત્રે તમારા બ્લડ સુગરના સ્તરમાં વધારો કરી શકે છે અને તમારા શરીરને આરામ કરવાથી રોકી શકે છે.