આજે લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યામાં વધારો જોવા મળ્યો છે. યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધવા પાછળ બદલાયેલી જીવનશૈલી માનવામાં આવે છે. આજે મહિલાઓ પણ કારર્કિદીને લઈને વધુ ગંભીર બની હોવાથી પુરુષો સાથે સ્પર્ધાનું વલણ વધ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં પુરુષોમાં માનસિક તણાવ અને શારીરિક રીતે નબળાઈની ફરિયાદો વધુ જોવા મળી છે. પુરુષોમાં થાક અને નબળાઈના અનેક સંભવિત કારણો હોવાનું આરોગ્ય નિષ્ણાતે જણાવ્યું.
આહાર અને ઉંઘ : યુવાનો આકર્ષક દેખાવા વધુ પડતો પ્રોટીનયુક્ત આહાર લે છે. જે તેમના માટે સમસ્યા બની શકે છે. જો કે મોટાભાગના પુરુષોમાં પ્રોટીન, સ્વસ્થ કાર્બોહાઇડ્રેટ્સ, આવશ્યક કેલરી અને વિટામિન્સ જેવા ઘણા જરૂરી પોષક તત્વોનો અભવાના કારણે થાક જોવા મળે છે. યોગ્ય પોષણ વગર શરીરને જરૂર તત્ત્વો મળતા નથી. યુવાનો મોડી રાત્રિ સુધી બહાર ફરતા હોવાથી મોડે ઉંઘે છે. અને એટલે ઓછી કે અયોગ્ય ઉંઘ શરીરને પુનઃસ્થાપિત થવા દેતી નથી.
માનસિક કારણો: આજના સ્પર્ધાત્મક સમયમાં પુરુષો માટે કારર્કિદીને લઈને વધુ દબાણ રહે છે. રોજગાર, સંબંધો કે ફાઇનાન્સ અંગે વધુ પડતો માનસિક તણાવ થાકનું મુખ્ય કારણ બની શકે છે. થાક લાગવાના કારણે તેમને કામમાં રુચિ રહેતી નથી અને ઉદાસ રહેવા લાગે છે. આ સમય લાંબો ચાલે તો કયારેક તેઓ ડિપ્રેશનની અવસ્થામાં પણ જતા રહે છે.
કસરત અને ઓછું ટેસ્ટોસ્ટેરોન : ટેસ્ટોસ્ટેરોન એક સેક્સ હોર્મોન છે. તે માનસિક અને શારીરિક ઉર્જા સ્તર જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેમ જેમ પુરુષોની ઉંમર વધે છે તેમ તેમ તેમના શરીરમાં કુદરતી રીતે ઓછું ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થાય છે. ઓછું ટેસ્ટોસ્ટેરોન સ્તર, જેને હાઇપોગોનાડિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઓછી ઉર્જા સ્તર, થાક, હતાશાનું કારણ બની શકે છે. ઘણા લોકોને કસરત કર્યા વિના ઓછી ઉર્જાનો અનુભવ થઈ શકે છે. વધુ પડતી કસરત પણ થાકનું કારણ બની શકે છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.