શ્રાવણ મહિનામાં એક વ્યક્તિ કાવડ યાત્રામાં ગયો હતો ત્યાં યાત્રા પરથી પરત ફરતા તેનું મોત નિપજયું. અન્ય એક વ્યક્તિને બેડમિન્ટર રમતાં હાર્ટએટેક આવ્યો અને ઢળી પડ્યો. આ યુવાનનું હાર્ટએટેકના કારણે બેડમિન્ટ કોર્ટમાં જ મોત થયું. આ કિસ્સા તાજેતરના જ છે. અગાઉ જ્યાં હાર્ટએટેક 50 વર્ષ બાદ લોકોમાં જોવા મળતો હતો. ત્યાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સા વધ્યા છે. હાર્ટ એટેક આજે એક ગંભીર સમસ્યા બની છે.
હાર્ટએટેકનો લક્ષણો ઓળખવા જરૂરી
હાર્ટએટેકથી લોકોના મોત થયાના આંકડા વધી રહ્યા છે. ગમે ત્યારે અને ગમે ત્યાં અને યુવાન કે ટીનએજર બાળક કે પછી કોઈપણ ઉંમર હોય હાર્ટએટેકથી મોત થઈ રહ્યું છે. જો આ હાર્ટએટેકના લક્ષણનો સમયસર ઓળખવામાં આવે અને સમયસર સારવાર મળે તો મોતનું જોખમ ટળી શકે છે. આ લક્ષણો ઓળખવા જરૂરી છે.
હાર્ટએટેકના સામાન્ય લક્ષણો
હાર્ટએટેકમાં આવતા હુમલાનું સૌથી સામાન્ય લક્ષણ છે અચાનાક છાતીમાં થતો દુખાવો. જયારે તમને છાતીમાં ભારેપણું, જકડાઈ જવું અને દબાણ જેવું અનુભવો તો હાર્ટએટેકનું લક્ષણ સમજો. આ ઉપરાંત જયારે હદૃયરોગનું હુમલો આવે ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે અને એ સમયે તેઓ શ્વાસ ઝડપી લેવા લાગે છે. આ પણ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. તો કેટલાક લોકોને હાર્ટ એટેક દરમિયાન પેટમાં દુખાવો અને ઉલટી થવા લાગે છે. આ સામાન્ય લક્ષણો હાર્ટએટેકના છે.
હાર્ટએટેક આવે ત્યારે કરો આ કામ
જો તમે આ સ્થિતિમાં મૂકાયા હોવ અને આવા સમયે જો તમે એકલા હોવ તો સૌ પહેલા નજીકની હોસ્પિટલમાં ઇમરજન્સી કોલ કરો અને તમારા લક્ષણો જણાવો અને તમારી સ્થિતિ વિશે માહિતી આપો. હોસ્પિટલ તરફથી જ્યાં સુધી મદદ આવે ત્યાં સુધી તમે હાર્ટએટેકના જોખમથી બચવાની શક્યતા ઘટાડવાના પ્રયાસ કરો. રાત્રિનો સમયમાં હોસ્પિટલનો સ્ટાફ તમારું ઘર જલદી ઓળખી શકે માટે ઘરની લાઈટ ચાલુ કરી દો. પછી મન અન્ય જગ્યાએ પરોવવા પોતાના નજીકના મિત્ર અને સગા સંબંધીને કોલ કરો. તેમને તમારી સ્થિતિ જણાવો. જેથી તે હોસ્પિટલમાં તમારી સાથે રહી શકે. દરમિયાન તમારા પગ થોડા ઊંચા રાખીને પલંગ અથવા સોફા પર સૂઈ જાઓ જેથી તમને શ્વાસ લેવામાં સરળતા રહે છે અને લોહીનો પ્રવાહ સારો થાય છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )