ખોટી ખાવાની આદતો અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીને કારણે લોકોમાં ગંભીર બીમારીનું જોખમ વધ્યું છે. હાઈબીપીથી લઈને હાઈ કોલેસ્ટ્રોલની સામાન્ય લાગતી સમસ્યા અનેક રોગોનું કારણ બને છે. ઉચ્ચ કોલેસ્ટ્રોલ એટલે કે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હૃદય રોગ, બ્લડ પ્રેશર સહિત ઘણી ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે. નસોમાં જમા થતું ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરવા આ એક ડ્રિંકસ વધુ અસરકારક સાબિત થશે.
ઉચ્ચ કોલેસ્ટ્રોલ માટે ઘરેલુ ઉપચાર
શરીરમાં ઉદભવતી કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યાનો આરંભમાં જ ઉપચાર કરવામાં આવે તો ગંભીર રોગનું જોખમ ટાળવામાં મદદ મળે છે. હૃદયરોગ જેવી ગંભીર બીમારીથી દૂર રહેવા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણી નસોમાં જમા થતા ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવા ઘરના રસોડામાં રહેતી સામગ્રી મોટો લાભ કરશે. રોજિંદા વપરાશમાં આપણે ચાનો સ્વાદ વધારવા અને ભોજનમાં આદુનો ઉપયોગ કરીએ છીએ. આદુ ફક્ત સ્વાદ વધારવા નહીં બ્લોકેજ દૂર કરવા રામબાણ ઘરેલુ ઉપચાર છે.
આદુ પાણી પીવાના ફાયદા
આદુનું પાણી પીવાથી અનેક ફાયદાઓ થાય છે. ઉચ્ચ કોલેસ્ટ્રોલ માટે આદુનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલ જીંજરોલ જેવા બાયોએક્ટિવ સંયોજનો ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે શકે છે. અને ટ્રાઇગ્લિસરાઇડ્સ જાળવી રાખે છે. આદુનું પાણી બોડી ડિટોક્સ કરશે સાથે-સાથે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખશે. આ પાણીનું સેવન વજન ઘટાડવા, પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે. તેમજ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
આ રીતે આદુ પાણી પીવો
ઉચ્ચ કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર કરવા દરરોજ સવારે આદુનું પાણી પીવું જોઈએ. આ પાણી બનાવવા માટે પહેલા તમે આદુનો એક ઇંચનો ટુકડો કાપી લો. હવે તેને છોલીને ધોઈ લો. ત્યારબાદ એક વાસણમાં એક ગ્લાસ જેટલુ પાણી નાખી ગરમ કરો. આ પાણીને આદુ નાખી જ્યાં સુધી પાણી અડધું ન થઈ જાય ત્યાં સુધી ઉકાળો. પછી એક કપમાં આ પાણી ગાળી હૂંફાળું થાય ત્યારે પી લો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )