કિડની શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. છેલ્લા કેટલાક સમયમાં કિડની સંબંધિત સમસ્યામાં વધારો થયો છે. લોકોની જીવનશૈલીમાં આવેલ બદલાવ આ સમસ્યા માટે કારણભૂત માનવામાં આવે છે. આ ઉપરાંત ખરાબ ખાનપાનની આદતના કારણે પણ કિડની ફેલ્યોર થવાની સમસ્યા વધી છે. આરોગ્ય નિષ્ણાતના જણાવ્યા મુજબ આ વસ્તુઓ કિડની ફેલ્યોરનું જોખમ વધારે છે. જો તમે પણ રોજિંદા આહારમાં તેનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન થઈ જાઓ.
કિડનીને સ્વસ્થ રાખવી જરૂરી
શરીમાંથી ઝેરી તત્વો દૂર કાઢવા અને લોહી શુદ્ધ કરવા તેમજ શરીરમાં પ્રવાહીને સંતુલિત કરવાનું કાર્ય કરે છે. આમ, કિડની શરીરનું મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. ખરાબ ખોરાક અને ખોટી આદતો કિડની પર જોખમ વધારે છે. કેટલાક કિસ્સામાં આ સમસ્યાના દર્દી મોંઘી અને ખર્ચાળ સારવાર બાદ પણ મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં કિડનીને સ્વસ્થ રાખવી જરૂરી છે.
કિડનીના દર્દીઓએ આ ખોરાકનું સેવન બંધ કરવું
ખાસ કરીને જે લોકોને પહેલેથી જ કિડની સંબંધિત સમસ્યા હોય તેમણે આ ખોરાક આજથી બંધ કરી દેવો જોઈએ. કિડનીના દર્દીઓએ જંકફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, તળેલા નાસ્તા, સોફ્ટ ડ્રીંકસ તેમજ ભોજનમાં ઉપરથી મીઠું લેવાની આદત બંધ કરી દેવી જોઈએ. આ તમામ વસ્તુઓનું વધુ પડતું સેવન બ્લડ પ્રેશરમાં અને વજનમાં પણ વધારો કરે છે જે આગળ જતાં કિડનીની ખરાબ સ્થિતિ વધારી શકે છે.
પોટેશિયમની વધુ માત્રા પણ હાનિકારક
સામાન્ય રીતે સ્વસ્થ રહેવા રોગપ્રતિકારક શક્તિ વધારવા કેળા, નારંગી અને ટામેટાંનું સેવન કરવામાં આવે છે. પરંતુ કિડનીના દર્દીએ આ ખોરાક ના ખાવા જોઈએ. કારણ કે આ ખોરાકમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે. આ ખોરાકનું સેવન હૃદયની સમસ્યાઓનું કારણ બની શકે છે. હૃદયની સાથે કિડનીને આ ખોરાક વધુ નુકસાન પહોંચાડી શકે છે.
કિડનીને સ્વસ્થ રાખવા કરો આ ઉપાય
આરોગ્ય નિષ્ણાતે જણાવ્યું કે કિડનીને સ્વસ્થ રાખવા માટે વિટામિન, ખનિજો અને ફાઇબરથી ભરપૂર ફળ અને શાકભાજીનું સેવન કરવું. આખા ઘઉંની બ્રેડ, આખા ઘઉંનો પાસ્તા, ઓટ્સ, કઠોળ, મસૂર, ચણા અને બધા કઠોળ. આ અનાજ પ્રોટીન પૂરું પાડે છે અને તેમાં ફાઇબર પણ વધુ છે. આ સિવાય તમે ઓલિવ તેલ, બદામ અને બીજ તેલનો નિશ્ચિત માત્રામાં ઉપયોગ કરી શકો છો. કારણ કે શરીરને થોડી માત્રામાં ચરબીની પણ જરૂર હોય છે જે આ તેલમાંથી મળશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છૅ અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )