શરીરમાં હાડકાં મસલ્સને ટેકો પૂરો પાડવાનું કામ કરે છે. આ સાથે તે શરીરને સંતુલન રાખવામાં વધુ મહત્વનું અવયવ છે. જયારે હાડકાંમાં ઇજાના કારણે સમસ્યા થાય છે ત્યારે ભયંકર દુખાવાનો અનુભવ થાય છે. હાડકાં નબળા પડવાના કારણે આવું જોવા થાય છે. હાડકા નબળા થવાની સમસ્યામાં આગળ જતા ઓસ્ટીયોપોરોસીસ જેવા ગંભીર રોગનું જોખમ રહે છે. એટલે હાડકાં નબળાં ના પડે માટે આ ખોરાકનું આજથી જ સેવન શરૂ કરો.
હાડકાં મજબૂત બનાવવા આ વિટામિન જરૂરી
જો તમને હાડકાંની સમસ્યા હોય તો તમારે કેલ્શિયમ અને વિટામિન ડી ઉપરાંત, પ્રોટીન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન K થી ભરપૂર ખોરાકનું સેવન કરવું જોઈએ. આ ખોરાકનું સેવન નબળા હાડકાંને મજબૂત બનાવશે. પોતાની દિનચર્યામાં તમે આમાંથી કોઈપણ આહારને સામેલ કરીને હાડકાંનું સ્વાસ્થ્ય જાળવી શકશો. આ આહાર ઉપરાંત સોયા ઉત્પાદનો પણ કેલ્શિયમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે. હાડકાંને મજબૂત બનાવવા તમે સોયા દૂધ, ટોફુ અને સોયાબીનને આહારમાં સામેલ કરી શકો છો.
દૂધ અને ડેરી ઉત્પાદનો: આજના બાળકો દૂધ એવોઈડ કરવા લાગ્યા છે. દૂધ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. આ ઉપરાંત દહીં અને પનીર, છાશ જેવા અન્ય ડેરી ઉત્પાદનોમાં પણ કેલ્શિયમ હોય છે. તમારા રોજિંદા આહારમાં કોઈપણ એક ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરવાથી હાડકાં મજબૂત રહે છે.
શાકભાજી અને ફળો : પાલક, બ્રોકોલી, કેલ, કોલાર્ડ ગ્રીન્સ અને અન્ય પાંદડાવાળા શાકભાજી કેલ્શિયમ તેમજ વિટામિન K, મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર હોય છે. આ શાકભાજીનું સેવન હાડકાની ઘનતા જાળવવામાં મદદ કરે છે. તેથી તમારા આહારમાં તેનું સેવન વધારો. વિટામિન ડી પ્રખ્યાતમાંથી મળે છે. સાઇટ્રસ ફળોમાં વિટામિન સી હોય છે અને તે કોલેજન ઉત્પાદનમાં મદદ કરી શકે છે જે હાડકાની મજબૂતાઈ માટે જરૂરી છે.
ડ્રાયફ્રૂટ : બદામને શ્રેષ્ઠ ડ્રાયફ્રુટ માનવામાં આવે છે. ઓછા 6-8 કલાક માટે પલાળી રાખ્યા બાદ બદામ ખાવામાં આવે તો હાડકા મજબૂત થશે. બદામ, અખરોટ, સિયા ચીડસ અને તલ હાડકાં માટે ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં હોય છે. આ ખનિજો હાડકાંને મજબૂત બનાવવા માટે જરૂરી છે.
આ આહાર ઉપરાંત સોયા ઉત્પાદનો પણ કેલ્શિયમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે. હાડકાંને મજબૂત બનાવવા તમે સોયા દૂધ, ટોફુ અને સોયાબીનને આહારમાં સામેલ કરી શકો છો.