આપણે અનેક વખત કેટલાક લોકોને એમ કહેતા સાંભળીએ છીએ કે તેમને કંઈ યાદ રહેતું નથી. આ કોઈ મજાક નથી પરંતુ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. કારણ કે સંભવત આ અલ્ઝાઈમર બીમારીનું લક્ષણ હોઈ શકે છે. અલ્ઝાઈમર બીમારી મગજ સાથે સંબંધિત છે અને તે ડિમેન્શિયા બીમારીનું સામાન્ય સ્વરૂપ છે. સૈયારા ફિલ્મ સુપરહિટ થયા બાદ અલ્ઝાઈમર બીમારી ચર્ચામાં આવી છે.
ડિમેન્શિયાનું નિદાન એક પડકાર
એક અભ્યાસમાં સામે આવ્યું છે કે ડિમેન્શિયા બીમારીનું નિદાન થવામાં અંદાજે સાડા ત્રણ વર્ષ જેટલો સમય લાગે છે. કેટલાક કિસ્સાઓમાં નાની ઉંમરે શરૂ થતા આ રોગમાં 4.1 વર્ષ જેટલો સમય લાગ્યો હોવાનું રિસર્ચમાં જોવા મળ્યું છે. આજે દુનિયા ટેકનોલોજીમાં આગળ નીકળી છે છતાં પણ ડિમેન્શિયાનું નિદાન દુનિયા માટે એક પડકાર બન્યો છે. ડિમેન્શિયાની શરૂઆતનો તબકકો છે જેને અલઝાઈમર કહે છે. જો અલઝાઈમર બીમારીનો લક્ષણો ઓળખી શકાય તો ડિમેન્શિયાની ગંભીર અસરને દૂર રાખી શકીએ છીએ.
અલ્ઝાઈમરના આરંભના લક્ષણો
અલ્ઝાઇમર એક મગજ સંબંધિત બીમારી કહી શકાય. આ બીમારીની શરૂઆતમાં વ્યક્તિ ધીરે ધીરે યાદશક્તિ ગુમાવવા લાગે છે. તેમજ પોતાના રોજિંદા કાર્યો કેવી રીતે પૂર્ણ કરવા તેને લઈને વિચારવાની ક્ષમતા પણ ખોઈ દે છે. રોજિંદા કાર્યોની નાની-નાની વાતો ભૂલવી, તાજેતરની ઘટનાઓ, પોતાના સગાસબંંધી અથવા મિત્રોના નામો અથવા તારીખો ભૂલી જવું. કેટલાક કિસ્સામાં વ્યક્તિ વારંવાર એક જ પ્રશ્ન પૂછ્યા કરે છે. ભૂલવાના કારણ તે પોતાની વસ્તુઓ ખોટી જગ્યાએ મૂકે છે.
ડોકટરનુંં સૂચન
ડોક્ટરનું કહેવું છે કે અલ્ઝાઈમરની શરૂઆતના આ સૌથી સામાન્ય લક્ષણ છે. આ શરૂઆતના લક્ષણો ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી યોગ્ય સમયે તેનું નિદાન થઈ શકે તે જરૂરી છે. જો કે આ સમસ્યા સામાન્ય રીતે 60 વર્ષની ઉંમર પછી જોવા મળે છે. આવા સમયમાં પરીવારના લોકો વ્યક્તિને ભાવનાત્મક સહારો તેમને બીમારીના જોખમને દૂર રાખવામાં મદદ કરી શકે છે.