એલ્યુમિનિયમના વાસણનો આજે પણ કેટલાક ઘરોમાં ઉપયોગ થાય છે. અનેક ઘરોમાં આજે પણ એલ્યુમિનિયમના વાસણમાં ખોરાક રાંધવામાં આવે છે. પરંતુ આ કટેલું ખતરનાક છે તે આપણને ખ્યાલ નથી. રોજિંદા વ્યવહારમાં અજાણતા જ એવી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ જે આપણા સ્વાસ્થયને નુકસાન કરે છે. એલ્યુમિનિયમ પણ એક એવી જ વસ્તુ છે જે અનેક બીમારીનું કારણ બને છે.
શરીર માટે હાનિકારક એલ્યુમિનિયમ
એલ્યુમિનિયમના ઉપયોગને લઈને સંશોધન કરાયું હતું. આ સંશોધનમાં સામે આવ્યું કે એલ્યુમિનિયમના વાસણમાં બનાવેલ ખોરાકનું સેવન શરીર માટે હાનિકારક છે. આ વાસણમાં બનાવેલ ખોરાકનું સેવન કરવાથી 1 થી 2 ગ્રામ જેટલું એલ્યુમિનિયમ શરીરમાં પ્રવેશ કરે છે. વૈજ્ઞાનિકો કહે છે કે આપણું શરીર ખોરાકની સાથે આટલા પ્રમાણમાં એલ્યુમિનિયમનું પાચન કરી શકતી નથી. અને યોગ્ય રીતે એલ્યુમિનિયમ બહાર ના જતાં શરીરમાં રહી ધીરેધીરે અંગો પર અસર કરવા લાગે છે. જેના કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા ઉદભવે છે.
એલ્યુમિનિયમ શરીરના સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી
કિડની માટે જોખમરૂપ : સંશોધનમાં જાણવા મળ્યું છે શરીરમાં મોટી માત્રામાં એલ્યુમિનિયમ જમા થાય તો તે કિડની માટે નુકસાનકારક બની શકે છે. કેટલાક સંજોગોમાં કિડની ફેલ્યોર થવાનું જોખમ રહે છે. શરીરમાં એલ્યુમિનિયમ પ્રવેશ થતા એક ઝેરના એજન્ટ તરીકે કામ કરતાં કિડનીના કાર્યને અસર કરે છે.
મગજ પર કર છે અસર : અલ્ઝાઈમર અને પાર્કિન્સન જેવા રોગોથી પીડાતા લોકોના મગજમાં એલ્યુમિનિયમનું પ્રમાણ સામાન્ય કરતા ઘણું વધારે હોવાનું સંશોધનમાં જાણવા મળ્યું. શરીરમાં પ્રવેશેલ એલ્યુમિનિયમ મગજના જ્ઞાનતંતુઓને નબળા કરે છે. જેના કારણે કયારેક સતત માથાનો દુખાવો અને યાદશક્તિ નબળી થવી જેવી સમસ્યાના લોકો શિકાર થાય છે.
પાચન અને કેન્સરની સમસ્યા : જ્યારે ટામેટાં, લીંબુ કે સરકો જેવી ખાટી વસ્તુઓ એલ્યુમિનિયમના વાસણોમાં રાંધવામાં આવે છે, ત્યારે તે રાસાયણિક પ્રતિક્રિયા પેદા કરે છે અને ખોરાકમાં મોટી માત્રામાં એલ્યુમિનિયમ ઓગળી જાય છે. આ ખોરાકની ગુણવત્તાને અસર કરે છે અને તે ઝેરી બની શકે છે. આ ખોરાક પાચનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે અને પેટની સમસ્યાઓ ઉપરાંત કેન્સરનું કારણ બને છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )