ઘણીવાર આપણે હાથ કે પગમાં થતા હળવા દુખાવાને અવગણીએ છીએ અને આપણને લાગે છે કે, તે થાક અથવા સ્નાયુઓના ખેંચાણને કારણે હોઈ શકે છે. પરંતુ દુખાવો શરીરમાં કોઈ ગંભીર રોગની ચેતવણી પણ હોઈ શકે. હૃદયને લગતી બીમારી કે એંજાઈનાને કારણે શરીરના ભાગોમાં દુખાવાથી પણ શરૂ થઈ શકે છે.
શું છે આ બીમારી?
જો તમારા પરિવાર કે કોઈપણ વ્યક્તિને હાથ-પગમાં તીવ્ર દુખાવો થાય છે ત્યારે તમારે ડોક્ટર પાસે જવું જોઈએ. કારણ કે ક્યારેક આ દુખાવો સામાન્ય સમસ્યા નથી હોતો તેની પાછળ કોઈ મોટી બીમારી હોઈ શકે છે. તેથી તમારા માટે સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એંજાઈના એ છાતીની એક પ્રકારની સમસ્યા છે જે ત્યારે થાય છે જ્યારે હૃદયને પૂરતો ઓક્સિજન અને લોહી મળતું નથી. આનાથી છાતીમાં દબાણ, જકડાઈ જવાની અને બળતરાની લાગણી થાય છે. જો કે, ઘણા કિસ્સાઓમાં હાથ, ખભા, ગરદન, પીઠ અથવા પગમાં પણ દુખાવો અનુભવી શકાય છે.
ડોક્ટર અનુસાર, જો કોઈ વ્યક્તિ વારંવાર હાથ કે પગમાં ભારેપણું, બળતરા અથવા થાક જેવા દુખાવાનો અનુભવ કરતી હોય અને આરામ કર્યા પછી તે સારું થઈ જાય તો તે એન્જીના પેક્ટોરિસનું લક્ષણ હોઈ શકે છે.
હોઈ શકે આ લક્ષણો….
છાતીમાં દબાણ અથવા બળતરા
ડાબા હાથ અથવા ખભામાં ભારેપણું
ચાલતી વખતે થાક અથવા પગમાં દુખાવો
ચઢાણ કરતી વખતે અથવા કસરત કરતી વખતે શ્વાસ લેવામાં તકલીફ
આરામ સાથે લક્ષણો ઓછા થાય
નિદાન અને સારવાર
ઇસીજી
ટ્રેડમિલ ટેસ્ટ ( TMT)
ઇકોકાર્ડિયોગ્રાફી
એન્જીયોગ્રાફી
નિવારણ એ સૌથી મોટો ઉપાય
ધૂમ્રપાન ટાળો
ઓછી ચરબીવાળો ખોરાક લો
નિયમિત ચાલવું અથવા હળવી કસરત કરવી
તણાવથી દૂર રહો
હાઈ બીપી અને સુગરને નિયંત્રણમાં રાખો