લોકોની લાઈફ આજે વધુ વ્યસ્તબની છે. બાળકો હોય, ગૃહિણી હોય કે પછી ઓફિસ કામ કરતા લોકો. વ્યસક લોકો આખો દિવસ કામ અને બાળકોમાં અભ્યાસને લઈને ભાગદોડ રહેતી હોય છે. આવી સ્થિતિમાં શરીરને વધુ એનર્જીને જરૂર પડે છે. દિવસભર ઉર્જાવાન રહેવા તમારે પૌષ્ટિક આહાર જરૂરી છે. ખાસ કરીને સવારના સમયમાં યોગ્ય બ્રેકફાસ્ટ કરવામાં આવે તો તમે સ્ફૂર્તિનો અનુભવ કરશો અને તમામ કાર્યો જલદી પતાવશો. કેળા અને ઓટ્સનો બ્રેકફાસ્ટ ઊર્જાનો બુસ્ટર ડોઝ કહી શકાય.
પૌષ્ટિક બ્રેકફાસ્ટનો શ્રેષ્ઠ વિકલ્પ
કેળા અને ઓસ્ટની સ્મૂધી મોર્નિંગમાં પૌષ્ટિક બ્રેકફાસ્ટનો શ્રેષ્ઠ વિકલ્પ છે. આ નાસ્તો કર્યા બાદ લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. એટલે તમને વધારાનો તળેલો અથવા અન્ય નાસ્તો ખાવાનું મન થશે નહીં. મોર્નિંગમાં આ સ્વસ્થ અને સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ છે. આ નાસ્તો કરવાથી સ્વાસ્થયમાં અઢળક ફાયદા થશે. પ્રોટીનથી ભરપૂર આ બ્રેકફાસ્ટ આખો દિવસ કામ કરતા લોકો અને કસરત કરતા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે.
જાણો કેળા અને ઓસ્ટ બ્રેકફાસ્ટના ફાયદા
શરીરને સતત ઉર્જાવાન રાખનાર કેળામાં કુદરતી રીતે ખાંડ રહેલી છે. જેના કારણે તમારા શરીરનું સુગલ લેવલ જળવાઈ રહેશે. કેળામાં પોટેશિયમ છે અને ઓટ્સમાં સારી માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઈબર છે. આ બ્રેકફાસ્ટના સેવનથી તમને સ્ફૂર્તિ અનુભવશો. આ બ્રેકફાસ્ટ પેટને સ્વસ્થ રાખવા અને કબજિયાત અટકાવવા માટે યોગ્ય છે. તેમાં રહેલ ફાઇબર તમારા પાચનતંત્રને મજબૂત બનાવશે.ઓટ્સમાં બીટા-ગ્લુકન છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘડાટશે. આ ઉપરાંત બ્લડ પ્રેશર નિયંત્રિત થશે અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વારંવાર ભૂખ લાગતી અટકાવવાના કારણે વજન પણ નિયંત્રણમાં રહેશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )