વજન ઘટાડવા માટે ફુદીનાનું પાણી એક કુદરતી અને સરળ ઉપાય છે. ફુદીનાનું સેવન મેટાબોલિઝમ અને પાચનની સમસ્યા માટે ફાયકારક છે. ફૂદીનો શરીરમાંથી ટોક્સિન્સ દૂર કરવામાં મદદ કરે છે. વજન ઘટાડવામાં ફુદીનાનું પાણીનું સેવન કરવું જોઈએ. કારણ કે ફુદીનામાં રહેલ પોષક તત્વો શરીરની ચરબી બર્ન કરવાની પ્રક્રિયા ઝડપી કરે છે. એક રીતે ફૂદીનાનું પાણી બોડી ડિટોક્સ વોટર કહી શકાય.
વજન ઘટાડવાનો ઉપચાર ફુદીનાનું પાણી
વજન ઉતારવા ફુદીનાનું પાણી અકસીર ઘરેલુ ઉપચાર છે. આ પાણી બનાવવા તમારે 10–12 તાજા ફુદીનાના પાન, 1 લીંબૂ અને 1 લીટર પાણી અને 1 ટુકડો આદુ સાથે ચપટી જીરું પાવડર તેમજ 2–3 તુલસીનાં પાન લો. 1 લીટર પાણીમાં આ તમામ સામગ્રી ભેળવીને ફ્રિજમાં મૂકો. આ પાણી રાત્રે બનાવી ફ્રિજમાં મૂકવું અને બીજા દિવસે સવારે ખાલી પેટે 1 ગ્લાસ પાણી પીવું. ત્યાર બાદ દિવસભર થોડું થોડું પાણી પીતા રહો. અને ભોજનના 30 મિનિટ પહેલા આ પાણી પીવાથી ભૂખ નિયંત્રણમાં રહેશે. તમે વધુ પડતું ભોજન કરવાનું ટાળશો. આમ, તમે વધુ પડતું ભોજન ના ખાતા વજન વધશે નહી. આ ઉપચાર સાથે હળવી કસરતને પણ દિનચર્યામાં સામેલ કરશો તો જલદી પરીણામ મળશે.
ફુદીના સેવનના જાણો ફાયદા
ફુદીનાના સેવનથી ભુખ નિયંત્રિત થાય છે. ફુદીનામાં રહેલ સુગંધ મનને શાંત રાખે છે અને વધુ ખાવાની ઈચ્છા અટકાવે છે. ખાસ કરીને આ પાણીનું સેવન મહિલાઓ માટે લાભદાયક છે. આ પાણી પીવાથી પ્રેગન્નસી બાદ કમર અને સાથળના ભાગે વધેલ ચરબીદૂર થાય છે. ફૂદીનાના સેવનથી શરદી, ઉધરસ અને કફની સમસ્યામાં રાહત મળે છે . આ ઉપરાંત માઈગ્રેન અને માથાના ભયંકર દુખાવામાં પણ ફૂદીનાનું સેવન અસરકાર ઘરેલુ ઉપચાર છે. ફૂદિનાનું પાણી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં લાવે છે. ગર્ભાવસ્થા દરમિયાન આવતા ઉબકામાં ફૂદીનાના પાન લાભદાયક છે. જો કે પ્રેગનન્ટ મહિલાઓએ ડોક્ટરની સલાહ બાદ તેનું સેવન કરવું.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )