સ્વાસ્થ્ય તંદુરસ્તા રાખવા પૌષ્ટિક આહારનું સેવન કરીએ છીએ. આજે મોટાભાગના લોકો સામાન્યથી લઈને ગંભીર બીમારીના શિકાર છે. પોતાના દૈનિક આહારમાં જો તમે આ ડ્રાયફ્રૂટને સામેલ કરશો તો કેન્સર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીના જોખમને ટાળી શકશો. અંજીરનું સેવન ત્વચા માટે ફાયદાકારક છે. આ ઉપરાંત હૃદયને સ્વસ્થ રાખવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ ઉપયોગી છે. અંજીરનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો જ સ્વાસ્થ્યમાં લાભ થાય છે.
કબજીયાત દૂર કરવામાં અસરકારક
કબજીયાતની સમસ્યા દૂર કરવા અંજીરનું સેવન કરવું જોઈએ. અંજીરના પાણીમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ રહેલા હોય છે. તેનાથી ગેસ અને એસિડિટીમાં રાહત મળે છે. એટલે જો અંજીરને રાતભર પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી સૌથી વધુ ફાયદો થાય છે. અંજીરનું પાણી પીવાથી ચયાપચય વધે છે. તેમાં રહેલ ફાઇબર કબજિયાતને રોકવામાં અને આંતરડાનું સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે.
દૂધ સાથે સેવન આપશે લાભ
રોગપ્રતિકારક શક્તિ વધારવા અંજીરનું દૂધ સાથે સેવન કરવું જોઈએ. બીમારીઓથી દૂર રહેવા શરીરમાં રોગ સામે લડવાની ક્ષમતા જરૂરી છે. રાત્રે પાણીમાં અંજીર પલાળ્યા બાદ સવારે ગરમ દૂધમાં આ અંજીર નાખી દૂધ ઉકાળવું. પછી હૂંફાળું દૂધમાં બદામ જેવા ડ્રાયફ્રૂટ નાખી તેનું સેવન કરવાથી. આમ, દૂધ સાથે અંજીરનું સેવન ઉર્જાના સ્તરમાં વધારો કરશે. તેમાં રહેલકાર્બોહાઇડ્રેટ્સ ઉર્જાનું સ્તર વધારશે અને તેમાં રહેલ વિટામિન સી જેવા પોષક તત્વોના કારણે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં એક બેસ્ટ ઘરેલુ ઉપચાર બનશે.
અંજીર પોષકતત્વોથી ભરપૂર
પોષકતત્વોથી ભરપૂર છે આ અંજીર ડ્રાયફ્રૂટ. અંજીરમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન A અને વિટામિન B ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષકતત્વો ભરપૂર પ્રમાણમાં રહેલા છે. તેમાં રહેલ કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. જો કે સ્વાસ્થયમાં ફાયદો મેળવવા અંજીરને રાતભર પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે સેવન કરવું જોઈએ.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )