સ્વાદમાં કડવા કારેલા આરોગ્ય માટે ગુણકારી છે. કારેલાનું સેવન સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા ઔષધિ સમાન કામ કરે છે. જંકફૂડ અને તળેલા ખાદ્યપદાર્થના કારણે શરીરમાં ગંદકી જમા થાય છે. આ ગંદકી દૂર કરવી હોય તો કારેલા જરૂર ઉપયોગી બનશે. શરીરમાંથી ગંદકી દૂર કરવા કારેલાના રસનું સેવન શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર છે.
શું કહે છે આર્યુવેદ
આર્યુવેદમાં શરીરમાં ઉત્પનન થયેલ ત્રિદોષ સમસ્યા દૂર કરવા ઉપચાર તરીકે કારેલાના રસનું સૂચન કરવામાં આવે છે. કારણ કે તેનો રસ વાત, કફ અને પિત્ત દોષનું શમન કરે છે. આર્યુવેદ મુજબ તમામ લોકોના શરીરમાં જુદી-જુદી પ્રકૃતિ હોય છે. એટલે કે કોઈના શરીરમાં વાત એટલે કે વાયુ અને કોઈનામાં કફ અને કોઈના પિત્ત એમ અલગ-અલગ તાસીર જોવા મળે છે. તો કયારેક કેટલાકના શરીરમાં આ ત્રણે દોષ જોવા મળે છે. ત્યારે આવી સ્થિતિમાં આ વાત, કફ અને પિત્ત એ ત્રણેનું શમન કરવા ખાલી પેટે કારેલાનો રસ ઉપયોગી સાબિત થાય છે. કારેલાના રસમાં બળતરા વિરોધી ગુણધર્મો છે જે LDL સ્તરમાં ઘટાડો કરે છે.
કારેલાનો રસ પીવાના ફાયદા
બ્લડ સુગર : કારેલામાં પોલીપેપ્ટાઇડ-પી નામનું તત્વ છે. જે ખાંડના સ્તરમાં અચાનક વધારો અટકાવી શકે છે. એટલે જ આયુર્વેદિક ડોકટરો ખાસ કરીને ડાયાબિટીસના દર્દીમાં સુગલ લેવલ ઘટાડવા દરરોજ પાણીમાં ભેળવીને કારેલાનો રસ પીવાની ભલામણ કરે છે.
નબળી આંખો : કારલાનો રસ નબળી આંખો માટે વરદાનરૂપ છે. આંખની રોશની વધારવા વિટામિન એ વધુ ફાયદો કરે છે. અને કારેલા વિટામિન A અને બીટા કેરોટીનથી ભરપૂર છે. આથી આ રસનું નિયમિત સેવન આંખોની રોશની સુધારશે સાથે મોતિયા, મેક્યુલર ડિજનરેશન જેવી દ્રષ્ટિ સંબંધિત સ્થિતિઓને અટકાવવામાં મદદરૂપ બનશે.
લોહી શુદ્ધ કરશે : કારેલામાં એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે. આ ગુણધર્મોના કારણે લોહીને શુદ્ધ કરવા માટે કારેલાનો રસ પીવો જોઈએ. શરીરમાં રક્ત પરિભ્રમણને ઉત્તેજીત કરવા, રક્ત ચેપ દૂર કરવા અને ઝેરી તત્વોને બહાર કાઢવા કારેલાના રસનું ખાલી પેટે સેવન કરવાથી જરૂર ફાયદો થશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )