વરસાદી સિઝનમાં બાળકોમાં ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદ જોવા મળે છે. આ સિઝનમાં બાળકોમાં વારંવાર ખંજવાળ, ત્વચામાં લાલાશ અથવા તો પેટમાં થતો દુખાવો એ સામાન્ય બાબત નથી. સંભવત આ એલર્જીની સમસ્યાઓ હોઈ શકે છે. બાળકોમાં આ પ્રકારની એલર્જી જોવા મળી શકે છે.
શ્વસન એલર્જી : વરસાદી સિઝનમાં બાળકમાં શ્વસન એલર્જી જોવા મળે છે. એટલે કે આ સમયમાં ગળામાં દુખાવો, આંખોમાં પાણી આવવું, છીંક આવવી, અને નાક વહેવું, વારંવાર ઉધરસ આવવી, આંખો અને નાકમાં ખંજવાળ આવવી, ક્યારેક શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. આમ, થવાનું કારણ મોસમી એલર્જી હોઈ શકે. જેમાં બાળક ધૂળ, ધુમાડા અથવા ગંદકીના સંપર્કમાં આવતા આ સમસ્યાનો શિકાર થાય છે.
ત્વચાની એલર્જી : ઘણીવાર બાળકોની ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અને ત્વચાની લાલાશ જોવા મળે છે. બાળકોમાં ઘૂંટણ, હિપ્સ, કાનની પાછળ અને હાથના કાંડા પર ફોલ્લીઓ થાય છે. બાળકોમાં પ્રકારની ત્વચાની સમસ્યા કોઈ ધાતુના સંપર્કમાં આવવાથી થાય છે. અથવા તો પછી છોડ કે ફૂલને સ્પર્શ કરવાથી થાય છે. ક્યારેક બાળકોને કપડાથી પણ એલર્જી થાય છે.
ફૂડ એલર્જી : બાળકો જયારે બદામ જેવા ડ્રાયફ્રૂટ ખાય ત્યારે ત્વચામાં ખંજવાળ આવવા લાગે છે. તો કેટલાક બાળકો જયારે પણ દૂધ પીએ તેના તુરંત બાદ પેટમાં દુખવા લાગે છે. આ બાબત માતાપિતાના ધ્યાનમાં જલદી આવતી નથી. એટલે બાળકોના ફૂડ પર વિશેષ ધ્યાન આપો. જો બાળકમાં વારંવાર આ પ્રકારની ફૂડ એલર્જી જોવા મળે તો ચોક્કસપણે ડૉક્ટર પાસે લઈ જાઓ.
બાળકોમાં વારંવા આ લક્ષણો જોવા મળે તો તો અવશ્ય ડોક્ટરની મુલાકાત લો. કોઈપણ સમસ્યાને શરૂઆતથી જ દૂર કરવી જરૂરી છે. સમયસર ઉપચાર દ્વારા બાળકોને એલર્જીથી થતા લાંબાગાળાના નુકસાનથી બચાવી શકીએ છીએ.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )