દૂધી એક લીલી શાકભાજી છે. દૂધીમાંથી બનતા થેપલા, દૂધીનો હલવો બધાને ભાવે છે પરંતુ દૂધીનું શાક બહુ ઓછા લોકોને પસંદ છે. આ શાક ઉપવાસના દિવસોમાં પણ ખાવામાં આવે છે. પરંતુ દૂધીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક માનવામાં આવે છે. દરરોજ દૂધીનું જયુસ પીવાથી શરીરમાં ગજબના ફાયદા જોવા મળશે.
દૂધીનો જયુસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
દૂધી એક લીલી શાકભાજી છે. દૂધીમાંથી બનતા થેપલા, દૂધીનો હલવો બધાને ભાવે છે પરંતુ દૂધીનું શાક બહુ ઓછા લોકોને પસંદ છે. આ શાક ઉપવાસના દિવસોમાં પણ ખાવામાં આવે છે. પરંતુ દૂધીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક માનવામાં આવે છે. દરરોજ દૂધીનું જયુસ પીવાથી શરીરમાં ગજબના ફાયદા જોવા મળશે.
જાણો દૂધીના ફાયદા
- દૂધીમાં 90% થી વધુ પાણી હોય છે એટલે આ જયુસના સેવનથી શરીર હાઈડ્રેટ રહે છે.
- તેમજ વજન ઘટાડવા માટે પણ ખાલીપેટે દૂધીનો રસ શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર છે.
- આ ઉપરાંત દૂધીમાં વિટામિન એ, સી, કેલ્શિયમ, આયર્ન, ઝીંક, પોટેશિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં છે. આ જયુસનું સેવન પેટની ચરબીને ઝડપથી ઘટાડે છે અને એસિડિટી, ગેસ, કબજિયાતની સમસ્યામાં મોટી રાહત આપશે. તેમાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ હોય છે જે ત્વચાને ચમકતી અને સ્વસ્થ રાખશે.
- દૂધીનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. સારી માત્રામાં પોટેશિયમ હોવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
- દૂધીમાં સેડેટિવ ગુણધર્મો રહેલા છે તણાવ ઘટાડશે અને હોર્મોન સંતુલિત કરી ઊંઘમાં સુધારો કરશે.
દૂધીનો રસ પીવાનો શ્રેષ્ઠ સમય
દૂધીમાં અદ્ભુત વિટામિન અને ખનિજો છે. સ્વાસ્થ્યમાં લાભ લેવા દૂધીનો રસ બનાવવા તેને ધોઈને છોલી પછી બીજ કાઢીને નાના ટુકડા કરી લો. આ ટુકડાઓને મિક્સરમાં પીસી લો. ત્યારબાદ આ મિશ્રણમાં થોડો લીંબુનો રસ અને કાળું મીઠું ઉમેરી. ખાલી પેટે આ રસનું સેવન કરો. દૂધનો રસ દિવસ દરમિયાન તમે ગમે ત્યારે પી શકો છો. ખાસ કરીને જે લોકોને દૂધીથી એલર્જી હોય તેમણે આ રસ ન પીવો. જો તમે કોઈ રોગથી પીડિત છો તો ડોક્ટરની સલાહ લીધા પછી જ દૂધીનો રસ પીવો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )