વજન ઘટાડવું એ લોકો માટે મોટો પડકાર છે. બધાને ખ્યાલ છે કે વધુ ખાવાથી વજન વધે છે. છતાં પણ લોકો સ્વાદ પર નિયંત્રણ ના રાખતા બેધડક ખાતા રહે છે અને પછી વજન વધે છે ત્યારે જીમમાં જવું અને ડાયટ કરવા લાગે છે. પરંતુ શું તમને ખબર છે કે વજન ઘટાડવા તમે ઘંઉની રોટલીને બદલી જુવાર અને રાગીની રોટલી ખાશો તો વધુ ફાયદો થશે. રોજિંદા આહારમાં રાગી અને જવારની રોટલી ખાશો તો 15 દિવસમાં જ ફરક દેખાવા લાગશે. આ આહારની સાથે હળવી કસરત પણ દરરોજ જરૂર કરવી.
વજન ઘટાડવા જુવાર કે રાગી
પોષક તત્વોથી ભરપૂર જુવાર અને રાગી વજન ઘટાડવા માટેના બે સ્વસ્થ વિકલ્પો છે. પરંતુ ઘણીવાર લોકો મૂંઝવણમાં મુકાય છે કે રાગી અને જુવાર બંનેમાંથી કયા લોટની રોટલી ખાવી વધુ ફાયદાકારક છે. જુવારની રોટલીમાં ઓછી કેલરી હોય છે. જયારે રાગીની રોટલીમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોવા સાથે તે આયર્નનો સારો સ્ત્રોત છે. સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા લાંબા સમય સુધી રાગીનું સેવન કરવું જોઈએ. પરંતુ વધુ ફાઈબર હોવાના કારણે જુવારના સેવનથી પેટ ભરેલું લાગે છે અને જલદી ભૂખ લાગતી નથી. એટલે જુવારની રોટલી વજન ઘટાડવામાં વધુ અસરકારક ઉપચાર છે. આમ, છતાં કયારેક જુવાર ઉપલ્બધ ના હોય તો તમે તમારી જરૂરિયાત મુજબ આહારમાં રાગી અથવા જુવારની રોટલી સામેલ કરી શકો છો.
જુવાર સેવનના ફાયદા
જુવારમાં પ્રોટીન આયર્ન, ફાઇબર અને એન્ટીઑકિસડન્ટ સારી માત્રામાં છે. જુવારનું સેવન દુર્લભ બીમારીમાં એક ઔષધિ છે. કેન્સર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીમાં મદદરૂપ થાય છે. એવું કહેવાય છે કે અસાધ્ય રોગોના ઇલાજમાં જવારના રસનું સેવન સંજીવની સમાન કામ કરે છે. તેના સેવનથી હિમોગ્લોબીન વધે છે તેમજ બ્લડ સુગરનું પ્રમાણ જાળવવામાં પણ મદદરૂપ બને છે. જુવારમાં ફાઇબર વધુ રહેલુ હોવાથી પાચનમાં મદદરૂપ બને છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )