આપણે આરોગ્ય તંદુરસ્ત રાખવા ડેરી પ્રોડકટસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. રોજિંદા આહારમાં દૂધ, ઘી ઉપરાંત આજે પનીરનું સેવન પણ વધ્યું છે. ખાસ કરીને એથ્લિટ અને વધુ કસરત કરતા લોકો નિયમિત પનીરનું સેવન કરે છે. બજારમાં વેચાણ થતા પનીરમાં આજે ભેળસેળ વધી છે. બજારમાં મોટાપાયે નકલી પનીરનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે આ ટ્રીકથી તમે પનીર અસલી છે કે નકલી તેની ઓળખ કરી શકો છો.
બજારમાં વેચાણ થતું ભેળસેળવાળું પનીર ખાઈ કયારેક બીમારીના શિકાર થઈએ છીએ. આ ટ્રીકનો ઉપયોગ કરી અસલી-નકલીની કરો ઓળખ.
સ્વાદ અને સ્પર્શ : પનીરની ઓળખ કરવા તમે તેનો ટેસ્ટ કરો. ભેળસેળવાળા પનીરમાં વિચિત્ર ગંધ હોવાથી તેનો સ્વાદ બેસ્વાદ લાગશે જ્યારે અસલી પનીરમાં મીઠાશ જોવા મળશે. કારણ કે વાસ્તવિક પનીરનો સ્વાદ હંમેશા થોડો મીઠો હોય છે. આ ઉપરાંત પનીરના ટેક્સચરને ચેક કરો. અસલી પનીરનું ટેક્સચર સુંવાળું અને દાણાદાર જોવા મળશે જ્યારે નકલી પનીર ખૂબ કઠણ અને સ્પોન્જી લાગશે.
ફ્લેમ ટેસ્ટ : આ ઉપરાંત નકલી અને અસલી પનીરની ઓળખ કરવા માટે ફ્લેમ ટેસ્ટ શ્રેષ્ઠ રસ્તો છે. નકલી પનીરમાં સાબુ અથવા ડિટર્જન્ટનો ઉપયોગ કરાય છે અને ફલેમ ટેસ્ટમાં જયારે તમે પનીરને ધીમા તાપ પર ગરમ કરો ત્યારે તેમાંથી કેરોસીન અથવા પ્લાસ્ટિક જેવી ગંધ આવવા લાગે તો જરૂર તે ભેળસેળવાળું હોઈ શકે છે.
પાણીમાં કરો ટેસ્ટ : પનીર અસલી છે કે નકલી તેનો ઘરે સાદી રીતે અને સરળતાથી ટેસ્ટ કરી શકો છો. ઘરે તમારે પનીરનો ટેસ્ટ કરવા માટે કોઈપણ વાસણમાં પાણી લો અને તેમાં ડૂબાડી દો. જો પનીર પાણીમાં સંપૂર્ણપણે ઓગળવા લાગે અથવા તેમાં સફેદ ફીણ દેખાય, તો સમજો કે તે નકલી છે. અસલી પનીર પાણીમાં ઓગળ્યા વિના અને કોઈપણ ફીણ વગર તરતું રહેશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )