તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આજે દેશભરમાં રક્ષાબંધન તહેવારની ઉજવણી થઈ રહી છે. તહેવારમાં લોકોના ઘરે મીઠાઈ અને ફરસાણ બને છે. મીઠાઈ, ચોકલેટ અને સમોસા જેવા ફરસાણ અને કોલ્ડ્રીંક કે આઈસક્રીમ એમ વિવિધ પ્રકારનું ભોજન ખાવાથી દાંત પર અસર થાય છે. આ ખાદ્યપદાર્થના સેવનના કારણે કયારેક દાંતમાં કયારેક ઝણઝણાટી અનુભવીએ છીએ.
દાંતનો ભયંકર દુખાવો
અને તહેવારની સિઝનમાં દાંતમાં ભયંકર દુખાવો ઉપડે ત્યારે આપણે ડોક્ટરની મુલાકાત પણ લઈ શકતા નથી. દાંતના દુખાવાથી પીડાતા કોઈપણ વ્યક્તિ સારી રીતે જાણે છે કે દાંતનો દુખાવો કેટલો ખતરનાક છે. આ દુખાવો ક્યારેક તમારા મોં, માથા અને ગરદન સુધી પહોંચી જાય છે તે તમને ખબર નથી. જો તમને અચાનક દાંતનો દુખાવો થાય અને ડોક્ટર પાસે જાઓ તે પહેલા તત્કાલ રાહત મેળવવી હોય તો ઘરેલુ ઉપચાર જરૂર કામ લાગશે.
દાંતના દુખાવામાં રાહત મેળવવો કરો આ ઉપચાર
- દાંતમાં દુખાવો હોય તેવી જગ્યાએ આખી લવિંગ મૂકો. તેને ચાવશો નહીં, ટોફીની જેમ ચૂસતા રહો. આમ કરવાથી દાંતના દુખાવામાં રાહત મળી શકે છે.
- ગરમ પાણીનો ઉકાળો દાંતના દુખાવામાં પણ રાહત આપે છે. એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી મીઠું ભેળવીને દુખાવાવાળી જગ્યા પર રાખો અને થોડા સમય પછી કોગળા કરો.
- જામફળના પાન ચાવવાથી દુખાવામાં રાહત મળે છે. જામફળના પાનમાં એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. આ દુખાવામાં રાહત આપે છે અને દાંતનો સોજો ઓછો કરે છે.
- અડધી ચમચી હિંગ લો અને તેમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટને થોડું ગરમ કરો અને તેને દાંતના દુખાવા પર લગાવો.