કમરના અને પીઠના દુખાવાને આપણે સામાન્ય સમસ્યા ગણીએ છીએ. આ દુખાવાની અવગણના કરતા કોઈ ઉપચાર કરતા નથી. સામાન્ય રીતે પ્રસૂતિ દરમ્યાન મહિલાઓને કમરનો દુખાવો વધુ રહતો હોય છે. આજકાલ યુવાનોમાં પણ કમર અને પીઠના દુઃખાવાના ફરિયાદો વધી છે. યુવાનોમાં આ સમસ્યા વધવા પાછળનું કારણ બેઠાડું જીવનધોરણ છે. આ દુખાવો આગળ જતા ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા ઉત્પન્ન કરે છે.
રોગને આરંભમાં જ અટકાવો
આપણામાં કહેવત છે કે રોગ અને શત્રને ઉગતા જ ડામવા જોઈએ. તેમ આ કહેવતને અનુસરતા કમર અને પીઠના દુખાવાને આરંભમાં જ ઉપચાર કરવામાં આવે તો મોટા સ્વાસ્થ્ય જોખમથી બચી શકીએ છીએ. કમર અને પીઠનો દુખાવો દૂર કરવા તમારે વધુ સામગ્રી લાવવાની જરૂર નથી. ઘરના રસોડામાંથી જ તમને આ સમસ્યાનો ઉપચાર મળશે જે ઔષધિય દવા તરીકે રામબાણ ઇલાજ સાબિત થશે.
કમર અને પીઠના દુખાવા માટે અકસીર આ ઘરેલુ ઉપચાર
- આ દુખાવો દૂર કરવા ગરમ તાસીર કહેવાતી સૂંઠ, ઉપયોગી બનશે. આ માટે સૂંઠની સાથે ગોખરૂનો ઉપયોગ કરો. સૂંઠ અને ગોખરું બંને સરખાભાગ લઈ તેનો ઉકાળો કરીને પીવો. આ ઉકાળાના નિયમિત સેવનથી કમર અને પીઠના દુખાવામાં રાહત થશે.
- ખજૂરનું સેવન અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે. તમે દરરોજ 5 ખજૂરને પાણી અથવા દૂધમાં ઉકાળી તેમાં 1 ચમચી મેથી નાખો. ત્યારબાદ આ મિશ્રણને મિકસરમાં ક્રશ કરી સ્મૂધ બનાવી તેનું સેવન કરવાથી દુખાવો દૂર થશે અને શરીરમાં નબળાઈ પણ લાગશે નહીં.
- ઘૂંટણા દુખાવા માટે મેથીનું સેવન વધુ લાભ કરે છે. આ માટે મેથીને થોડા ધીમાં શેકી લેવી. પછી મિક્સર ક્રશ કરી તેનો પાઉડર બનાવી લેવો. આ પાઉડરમાં તમે ગોળ, ઘી ઉમેરીને લાડુ બનાવી લો. આ લાડુ 8-10 દિવસ સુધી દરરોજ ખાવ. આ લાડુનું સેવન કરવાથી જકડાઈ ગયેલા અંગો પણ છૂટા પડે છે અને હાથે પગે થતી કળતર પણ મટે છે. તેમજ વારંવાર નસ ચઢવાની ફરિયાદ પણ દૂર થશે.
- કમરના દુખાવામાં જાયફળથી પણ ફાયદો થાય છે. જાયફળને સરસીયાના તેલમાં થશી માલીશ કરવાથી જકડાયેલા સાંધા છૂટા પડે છે. અને સંધિવા મટે છે. તેમજ તેલમાં 4-5 લવિંગ નાખી. આ હૂંફાળા તેલની માલિશ કરવાથી પણ દુખાવામાં રાહત મળે છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.