આજે નાની ઉંમરે બાળકોને ચશ્મા આવી જાય છે. ટેકનોલોજીના જમાનામાં મોબાઈલ અને લેપટોપ તેમજ કોમ્પ્યુટરના ઉપયોગ વધ્યો છે. સતત સ્ક્રીન સામે બેસવાના કારણે આંખોની રોશની પર અસર થાય છે. આંખો નંબર વધવા લાગે છે અને આગળ જતા લોકો લેસર ટ્રીટમેન્ટનો સહારો લે છે. આવી મોંઘી ટ્રીટમેન્ટથી દૂર રહેવું હોય તો આ ઉપાય જરૂર અજમાવો. આંખોની રોશની વધારવા પૌષ્ટિક આહારમાં ફળો સાથે શાકભાજીનું સેવન કરવું જોઈએ. આ આહાર તમારી આંખોના સ્વાસ્થ્યમાં સુધાર તો કરશે જ સાથે હૃદયને પણ ફાયદો પહોંચાડી શકે છે.
વિટામિન A સારી આંખો માટે બેસ્ટ વિકલ્પ
આંખોના સ્વાસ્થ્ય માટે વિટામિન એ બેસ્ટ વિકલ્પ છે. વિટામિન એથી ભરપૂર શાકભાજી કે ફળનું સેવન લાભકારક બનશે. આંખો દ્વારા આપણે અનેક પ્રકારના ચિત્રો જોતા હોઈએ છીએ. આંખના રેટિના આ પ્રકાશ કિરણોને આપણે જે છબીઓ જોઈએ છીએ તેમાં રૂપાંતરિત કરવા માટે પૂરતા પ્રમાણમાં વિટામિન એ ની જરૂરત હોય છે.
વિટામિન એના સ્ત્રોત
વિટામિન એ વિના, તમારી આંખો શુષ્કતા ટાળવા માટે પૂરતી ભેજવાળી પણ રહી શકતી નથી. ગાજર, શક્કરિયા, તરબૂચ અને જરદાળુ એ વિટામિન Aના સારા સ્ત્રોત છે. નબળી આંખો હોય તેમણે આહારમાં જરૂર આ વસ્તુઓને સામેલ કરવી જોઈએ.
વિટામિન C આંખના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ
આંખના સ્વાસ્થ્ય માટે વિટામિન સી પણ એક સારું પોષક તત્વ છે. વિટામિન સીનું સેવન અનેક સ્વાસ્થ્યમાં રાહત આપે છે. ખરાબ ખાનની આદતો તેમજ તમાકુનો ધુમાડો અને સૂર્ય કિરણો શરીરમાં મુક્ત રેડિકલ ઉત્પન્ન થાય છે. આ રેડીકલ શરીરના કોષોને નુકસાન પહોંચાડે છે. ત્યારે વિટામિન સીનું સેવન આ કોષોના સમારકામ અને વૃદ્ધિમાં મદદ કરે છે.
વિટામિન સીના સ્ત્રોત
વિટામિન સી માટે, નારંગી, ટેન્જેરીન, ગ્રેપફ્રૂટ અને લીંબુ જેવા સાઇટ્રસ ફળો ખાઓ. આ ઉપરાંત, પીચ, લાલ કેપ્સિકમ, ટામેટાં અને સ્ટ્રોબેરી પણ વિટામિન સી પ્રદાન કરે છે.