મહિલાઓ પ્રેગનન્સી બાદ વધતા વજનની સમસ્યાનો સામનો કરે છે. પ્રેગનન્સી બાદ ખાસ કરીને પેટ અને કમરના ભાગ પર ચરબી વધી જાય છે. મહિલાઓ આ બેલી ફેટ ઘટાડવા અનેક પ્રયાસ કરે છે. પરંતુ બાળક અને પરીવારની વચ્ચેની વ્યસ્તતાના કારણે જીમમાં જઈ શકતી નથી અને ક્રશ ડાયેટ પણ કરી શકતી નથી. આવી સ્થિતિમાં બેલી ફેટ ઘટાડવા આ એક્સરસાઈઝ શ્રેષ્ઠ સાબિત થશે.
ઘરમાં પોતાની ફુરસદના સમયમાં મહિલાઓ આ એક્સરસાઈઝ કરી પેટ અને કમરના ભાગ પર વધેલ વધારાની ચરબી ઘટાડી શકશે.
સાઈડ ક્રંચ : કમરની બાજુઓ પરની વધારાની ચરબી ઘટાડવા માટે સાઈડ ક્રંચ કરવું એ એક સરળ અને અસરકારક રીત છે. સાઈડ ક્રંચ કસરત સવાર માટેની એક ઉત્તમ વોર્મ-અપ કહી શકાય. આ કસરત કરવા પહેલા તમે સીધા ઊભા રહો પછી બંને હાથ કમર પર રાખો. ત્યાર પછી તમારા શરીરને બંને બાજુ વારાફરતી એક પછી એક વાળો. આ, સ્ટેપ તમે 10 થી 15 વખત દરરોજ નિયમિત કરશો તો એક મહિનાની અંદર પરિણામ દેખાશે.
પ્લેન્ક હિપ-ડિપ્સ : પ્રેગનન્સી બાદ પેટની ચરબી વધી જાય છે. તેને ઘટાડવા માટે પ્લેન્ક હિપ-ડિપ્સ શ્રેષ્ઠ કસરત કહી શકાય. આ કસરત કરવાથી સ્નાયુઓ મજબૂત થાય છે. આ કસરત કરવા તમારે કમરના ભાગને બંને બાજુ વળાંક આપવો પડશે, પછી હિપ્સને એક બાજુથી બીજી બાજુ લાવવા પડે છે અને પછી તે જ રીતે બીજી બાજુ લઈ જવા પડશે.
સાયકલ ક્રંચ : આ કસરત પણ પેટની ચરબી ઘટાડવા અને સ્નાયુઓને ટોન કરવા માટેની ઉત્તમ કસરત છે. આમાં, તમારે પીઠ પર સીધા સૂઈ જઈ બંને હાથ માથાની પાછળ રાખવાના પછી માથાને થોડું ઊંચું કરીને પગને તે જ રીતે ખસેડવા પડશે. એટલે કે તમે જેમ સાયકલ ચલાવો તે રીતે કરવાનું રહેશે.
લોન્ગ ડ્રોપ એકસરસાઈઝ : નૌકાસન કરીએ છીએ તેમ આ કસરત કરવાની છે. આ કસરત કરવાથી પ્રેગનન્સી બાદ રહેતા કમરના દુખાવામાં રાહત મળશે. લોન્ગ ડ્રોપ એકસરસાઈઝ કરવાથી પેટના નીચેના એટલે કે પેલ્વિક ફ્લોરના સ્નાયુઓ મજબૂત થશે. આમાં, મેટ પર સીધા સૂઈ જાઓ અને પછી બંને પગ ઉપર લો અને ધીમે ધીમે નીચે લાવો. આ કસરત બંને પગને એકસાથે રાખીને કરી શકાય છે અને દરેક પગ સાથે 15-15 રેપ્સ પણ કરવા જોઈએ.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )