ગોલ્ડન મિલ્ક તરીકે લોકપ્રિય પીણું ગંભીર સ્વાસ્થ્ય સમસ્યામાં મોટી રાહત આપે છે. દરરોજ ફક્ત 1 ગ્લાસ ગોલ્ડન મિલ્કના સેવનથી શારીરિક સમસ્યા તો દૂર થશે સાથે ચહેરાનું તેજ પણ વધશે. ગોલ્ડન મિલ્ક એટલે કે હળદરવાળું દૂધનો ભારતમાં વર્ષોથી આર્યુવેદિક ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે. કહી શકાય કે દિનચર્યામાં આ દૂધને સામેલ કરવામાં આવે તો શરીરને અનેક રીતે ફાયદો થઈ શકે છે.
કયારે પીવું જોઈએ ગોલ્ડન મિલ્ક
હેલ્થ એક્સપર્ટ કહે છે કે સ્વાસ્થ્ય લાભ લેવા તમે હળદરવાળું દૂધ દરરોજ પી શકો છો. સવારે અને રાત્રે આ દૂધ પી શકાય. શરીરના પ્રૃકતિ મુજબ સેવન કરવાથી જલદી લાભ મળશે. શરદી અને કફના દર્દીએ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા સવારે હળદરવાળું દૂધ પીવું જોઈએ. બાળકોને પણ તમે સવારે આ દૂધ આપી શકો છો. જ્યારે જે લોકોને ઊંઘની સમસ્યા હોય તેમણે રાત્રે 1 ગ્લાસ હળદરવાળું દૂધ પીવું જોઈએ. હેલ્થ એક્સપર્ટના મતે દરરોજ ફક્ત 1 ગ્લાસ ગોલ્ડન મિલ્કનું સેવન એકંદરે સ્વાસ્થ્ય અને ત્વચાની સમસ્યામાં ફાયદાકારક બનશે.
હળદરવાળા દૂધના ફાયદા
હળદરમાં કર્ક્યુમિન તત્વ રહેલું છે જે સ્વાસ્થ્ય સમસ્યામાં મોટી રાહત આપે છે. કારણ કે દૂધ એ કેલ્શિયમ અને પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે જ્યારે હડળદરમાં હેપટોપ્રોટેક્ટિવ, એન્ટી ઓક્સિડન્ટ્સ, કાર્ડિયોપ્રોટેક્ટિવ અને નેફ્રોપ્રોટેક્ટિવ જેવા ગુણ છે. પાચનતંત્રને સુધારવામાં હળદરવાળા દૂધનું જરૂર સેવન કરવું જોઈએ. આ ગોલ્ડન મિલ્કના સેવનથી વારંવાર થતા ગેસ, અપચો અને પેટ ફૂલવા જેવી સમસ્યામાં મોટા ફાયદો થશે. તેમજ સ્નાયુઓ અને સાંધાઓમાં દુખાવો અને સોજો ઓછો થાય છે. બાળકોને નાનપણથી જ હળદરવાળું દૂધ આપવામાં આવે તો તેમના હાડકાં મજબૂત થશે અને મગજ પણ તેજ થશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )