ગ્રીન ટીના સેવનથી સ્વાસ્થ્યમાં લાભ થાય છે. પરંતુ શું તમે જાણો છો ગ્રીન ટી પીવાનો ચોક્કસ સમય કયો છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે દરેક વસ્તુ આપણા સ્વાસ્થ્યને ત્યારે જ ફાયદો કરે જ્યારે યોગ્ય સમય અને યોગ્ય પદ્ધતિ મુજબ તેનું સેવન કરવામાં આવે. જેમ કે, હળદરવાળું દૂધ ગરમ પીવાથી ફાયદો થાય છે. પરંતુ ઠંડુ હળદરવાળું દૂધ શરીરને નુકસાન કરે છે. કારણ કે હળદર બેકટેરીયાને મારે છે અને ઠંડા દૂધ સાથે હળદર લેવાથી શરીરમાં તેની નિશ્ચિત અસર થતી નથી.
સ્વાસ્થ્ય સમસ્યા માટે ગ્રીન ટી ફાયદાકારક
આમ, પોષક તત્વોથી ભરપૂર ગ્રીન ટીનું સેવન અનેક સ્વાસ્થ્ય સમસ્યા માટે ફાયદાકારક છે. પરંતુ અનેક વખત લોકો યોગ્ય માહિતીના અભાવે ખોટા સમયે ગ્રીન ટી પીવે છે. અને તેના કારણે તેમને કોઈ ફાયદો દેખાતો નથી. આરોગ્ય તંદુરસ્ત રાખવા માટે ગ્રીન ટીનું સેવન કરવાનો ત્રણ શ્રેષ્ઠ સમય છે. યોગ્ય સમય પર ગ્રીન ટીનું સેવન જરૂર લાભ કરશે.
ગ્રીન ટી પીવાનો યોગ્ય સમય
એ જાણવું જરૂરી છે કે તમે કઈ સ્વાસ્થ્ય સમસ્યા માટે ગ્રીન ટીનું સેવન કરવા માંગો છો. જો તમે મેટાબોલિઝમ વધારવા ઇચ્છતા હોવ તો કસરત કરતા પહેલા ગ્રીન ટીનું સેવન કરો. અને જો તમને વારંવાર પેટમાં દુખાવો, અપચો, ગેસની સમસ્યા અને પેટનું ફૂલવું જેવી સમસ્યા રહેતી હોય તો પાચન સુધારવા માટે જમ્યાના 30 મિનિટ પછી ગ્રીન ટી પીવો. આ ઉપરાંત વ્યસ્ત જીવન શૈલી અથવા તો માનસિક તણાવના કારણે ઊંઘ ઓછી થઈ હોય તો પૂરતી ઊંઘ અને આરામ માટે સૂતા પહેલા ગ્રીન ટીનું સેવન કરો. વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટે ગ્રીન ટીનું સેવન કરવુંં જોઈએ.
આ રીતે બનાવો ગ્રીન ટી
ગ્રીન ટી બનાવવા માટે પહેલા તેને પાણીમાં સરખી રીતે ઉકાળી લો. પછી આ પાણીને ઠંડુ થવા દો. પાણી સાધારણ ઠંડુ થાય ત્યારે આ હૂંફાળા પાણીને એક કપમાં કાઢો અને તેમાં ગ્રીન ટી બેગને 2 થી 3 મિનિટ સુધી ડુબાડી રાખો. ત્યારબાદ ગ્રીન ટીનું સેવન કરો. ગ્રીન ટીના સેવનથી શરીરને ખૂટતા એન્ટીઓકિસડન્ટો મળશે અને સ્વાસ્થ્ય પણ સારું થશે.