ચોમાસામાં બીમારીનો પ્રકોપ વધે છે. વરસાદી સિઝનમાં શરદી, ઉધરસ અને તાવ જેવી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાનું પ્રમાણ વધી જાય છે. નબળી રોગપ્રતિકારક શક્તિના કારણે લોકો ગંભીર બીમારીના શિકાર થાય છે. આવી સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ વધારનારા સુપરફૂડનું સેવન કરવું જોઈએ.
બીમારીથી દૂર રહેવા વધારો રોગપ્રતિકારક શક્તિ
આ સિઝનમાં વરસાદી પાણી ભરાતા મચ્છરનો ઉપદ્રવ વધે છે તેમજ કેટલાક વિસ્તારોમાં દૂષિત પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. આમ, આ આ સિઝનમાં ડેનગ્યુ, મેલેરિયા અને કોલેરા અને ટાઈફોઈડ જેવા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના દર્દીઓની સંખ્યા વધે છે. હોસ્પિટલમાં વધતી દર્દીઓની સંખ્યાને લઈને આરોગ્ય નિષ્ણાતે રોગપ્રતિકારક શક્તિ વધારનાર ફૂડ ખાવાનું સૂચન કર્યું.
બીમારીઓથી દૂર રહેવા દૈનિક આહારમાં આ સુપરફૂડને જરૂર સામેલ કરવા જોઈએ.
આદુ : રોગપ્રતિકારક શક્તિ વધારવા પૌષ્ટીક આહારનું સેવન કરવું જોઈએ. ચા અને ભોજનના સ્વાદ વધારનાર આદુ ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનું નિયમિત સેવન કુદરતી રીતે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આદુમાં બળતરા વિરોધી, એન્ટી-બેક્ટેરિયલ ગુણો રહેલા છે જે શરદી અને કફની સમસ્યા ઉપરાંત સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં આદુનું પાણી બેસ્ટ ઘરેલુ ઉપચાર છે.
ડ્રાયફ્રૂટસ : રોજિંદા આહારમાં તમે બદામ, અંજીર અને અખરોટ જેવા ડ્રાયફ્રૂટસને જરૂર સામેલ કરો. ખાલી પેટે બદામનું સેવન કરવાથી શરીરમાં ઉર્જાનું સ્તર વધશે. બદામમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન E છે. જયારે અંજીરમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન A અને વિટામિન B ભરપૂર પ્રમાણમાં છે. તેમજ અખરોટમાં ઓછા પ્રમાણમા ચરબી હોવાથી તેના સેવનથી કૉલેસ્ટરોલ ઘટે છે હ્રદયને રક્ષણ મળે છે. આમ, ડ્રાયફ્રૂટ પ્રચૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન રહેલા છે જેના સેવનથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારશે.
સાઇટ્રસ ફળો : રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે વિટામિન સીથી ભરપૂર ખોરાકનું સેવન કરવું જોઈએ. સાઇટ્રસ ફળોમાં ઘણા પ્રકારના ફળો જેવા કે લીંબુ, ગ્રેપફ્રૂટ અને ઘણા પ્રકારના નારંગી જેવા કે કિન્નો, મીઠો ચૂનો, મેન્ડરિન અને ગ્રેપફ્રૂટનો સમાવેશ થાય છે. આ ફળોમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. વિટામિન સી લોહીમાં શ્વેત રક્તકણોનું ઉત્પાદન વધારે છે, જે તમામ પ્રકારના ચેપ સામે લડવામાં મદદરૂપ છે.