- ગેસ અને અપચામાં હિંગનો ઉપયોગ લાભદાયી રહેશે
- પેટમાં દર્દમાં નાભિ પર હીંગ અને સરસિયાના તેલની માલિશ કરો
- હીંગની સાથે આદુનું સેવન વધારાની ફેટ ઘટાડશે
હીંગનો ઉપયોગ અનેક વાર ઘરેલૂ ઉપાયમાં કરવામાં આવે છે. તેમાં એન્ટીબાયોટિક, એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ક્ષમતા હોય છે. પેટ ફૂલવું, શ્વાસની સમસ્યાની સારવાર માટે પુરુષોની સાથે સાથે મહિલાઓને પણ તેનો ઉપયોગ કરવાનું સૂચન કરાય છે. જો તમેને પણ પેટમાં દુઃખવાની, ગેસની કે અપચાની સમસ્યા છે તો તમે તેમાં હીંગનો ખાસ ઉપાય કરી શકો છો. જાણો કઈ રીતે કરી શકાશે તેનો ઉપયોગ.
ગરમ પાણીમાં ઓગાળીને
જો તમારા પેટમાં દર્દ છે તો તમે હીંગને પાણીમાં પલાળી લો અને પછી તેને ઉપયોગમાં લો, તેનાથી મેટાબોલિઝમ ઝડપી બને છે અને સાથે ડાઈજેશન પણ સારું રહે છે.
ભોજનમાં કરો હીંગનો પ્રયોગ
જો તમે ભોજનમાં હીંગનો પ્રયોગ કરો છો તો તે તમારી રસોઈનો સ્વાદ વધારે છે. આ સાથે ગેસ સંબંધી સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે. જો તમે એક ચપટી હીંગ અપચાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. ભારતમાં લોકો તમામ દાળ અને બીન્સમાં ઉપયોગમાં લે છે. કેમકે આ પ્રોટીન અને યૂરિક એસિડથી ભરપૂર હોય છે અને તેનાથી પાચન ક્ષમતા સરળ બને છે.
આદુ અને હીંગનું સેવન
જો તમે હીંગની સાથે આદુનું સેવન કરો છો તો તમારા પેટમાં વધારાની ફેટ ઓછી કરવામાં મદદ કરે છે. તેનાથી અપચાની સમસ્યાને દૂર કરે છે. આદુ અને હીંગ બંને એક સાથે પેટમાં સારી રીતે કામ કરે છે. આદુ પાચનનું કામ કરે છે અને હીંગ ખાવાનું પચાવવામાં મદદ કરે છે.
હીંગની ચા
જો તમે હીંગની ચાનું સેવન કરો છો તો તમે એસિડિટી કે પેટ ફૂલવાની સમસ્યાથી રાહત મેળવી શકો છો. આ માટે એક કપ ગરમ પાણીમાં આદુ પાવડર, સેંધા મીઠું અને એક ચપટી હીંગ મિક્સ કરી લો. તેની ચા બનાવી લો. તમે એસિડિટી અને પેટ ફૂલવાથી રાહત મેળવી શકશો.
હીંગથી કરો માલિશ
જો તમને હીંગનો સ્વાદ પસંદ નથી તો તમે પેટમાં દર્દ હોય તે સમસ્યામાં નાભિ પર હીંગ અને સરસિયાના તેલની માલિશ કરો. તેનાથી પેટના દર્દમાં રાહત મેળવી શકશો. પેટના ગેસને દૂર કરવામાં પણ તે મદદ કરશે.