કબજીયાતની સમસ્યાના કારણે અનેક બીમારીઓ ધીરેધીર ઘર કરવા લાગે છે. આર્યુવેદ કહે છે કે મોટાભાગના રોગોનું મૂળ પેટ છે. જો સવારે ઉઠયાના થોડા સમયમાં જ તમારું પેટ સાફ ના થાય તો તમને કબજીયાતની સમસ્યા છે. કબજીયાતની સમસ્યા આગળ જતાં સાંધાના દુખાવા અને એડીના દુખાવાનું પણ કારણ બને છે. આ એક આર્યુવેદિક પાઉડર વર્ષો જૂની કબજીયાત દૂર કરવાનો અકસીર ઉપચાર છે.
શરીરમાં ઉદભવે છે આ સમસ્યા
કબજીયાતની સમસ્યા હોય તેવા લોકોમાં ભૂખ ઓછી લાગવી, અરુચિ થવી તો કયારેક વજન ઓછું થવા લાગવા જેવી સ્વાસ્થ્ય સમસ્યા જોવા મળે છે. કેટલીક પરિસ્થિતિઓમાં, પાઈલ્સ અને ફિશર જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમે આ આર્યુવેદિક ઉપચાર કરી કબજીયાતની સમસ્યા દૂર કરી શકશો. આર્યુવેદમાં કબજીયાત માટે શ્રેષ્ઠ ઉપચાર ત્રિફળા છે. તમે ઘરે જ આ પાઉડર બનાવી શકો છો.
આ ચૂર્ણ બનશે ઉપયોગી
ત્રિફળાનો પાઉડર 3 અલગ- અલગ વસ્તુમાંથી બને છે. આ પાઉડરમાં આમળા, હરણ અને બહેડાને સમાન માત્રામાં લેવામાં આવે છે. આ ત્રણેય વસ્તુને એકસરખા ભાગે લઈ મિશ્રણ કરવામાં આવે છે. આ ત્રિફળા ચૂર્ણ પેટમાં જમા થયેલી ગંદકીને દૂર કરશે. આ ચૂર્ણનું તમે સપ્તાહમાં બે કે ત્રણ વખત સેવન કરશો તો જરૂર ફાયદો થશે. આ ચૂર્ણ લીધા બાદ આંતરડાની ગતિવિધિમાં સુધારો થશે. આ ઉપરાંત આ ચૂર્ણ વાત, પિત્ત અને દોષની સમસ્યામાં પણ એક આર્યુવેદિક ઔષધિ છે.
કેવી રીતે સેવન કરવું
તમારે દરરોજ દિવસમાં બે વાર આ ચૂર્ણનું સેવન કરવું પડશે. રાત્રે સૂતા પહેલા એક ચમચી પાવડર પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. તેવી જ રીતે સવારે એક ચમચી ત્રિફળા પાવડર પાણીમાં ઓગાળીને રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરો. આમ, તમારે આ પાઉડરને લેતા પહેલા લગભગ 10 કલાક પાણીમાં પલાળી રાખવો પડશે. જો તમને 1 ચમચી લીધા પછી વધુ ગતિ થવા લાગે, તો તમે તેની માત્રા ઘટાડી શકો છો અથવા એક સમયે પી શકો છો.