મહિલાઓ હવે ફક્ત હાઉસ મેકર નથી બની રહી. આજકાલ મહિલાઓ મનપસંદ ક્ષેત્રમાં પોતાના કારર્કિદી બનાવી રહી છે. વર્કિંગ વુમન ભલે મેરિડ હોય કે અનમેરિડ પોતાની ફિટનેસનું જરૂર ધ્યાન રાખવું જોઈએ. પહેલાની સરખામણીએ આજે મહિલાઓમાં શારીરિક સમસ્યા વધી છે. વર્કપ્લેસ અને હાઉસપ્લેસ મેનેજ કરવું મહિલાઓ માટે પડકાર બને છે. આ સુપરફૂડનું સેવન વર્કિંગ વુમન માટે એક શ્રેષ્ઠ ઔષધિનું કામ કરશે.
દૈનિક આહારમાં કરો સામેલ સુપરફૂડ
વર્કિંગ વુમને ફિટનેસ ફિટ રાખવા પોતાના દૈનિક આહારમાં કેટલાક બદલાવ કરવા પડશે. દરરોજના આહારમાં શાકભાજી, ફળ અને ડ્રાયફ્રૂટને જરૂર સામેલ કરવા જોઈએ. મહિલાઓ લગભગ 7 થી 9 કલાક ઓફિસમાં કામ કરે છે તેના કારણે શરીરમાં નબળાઈ આવતા ચીડિયાપણું, પ્રજનન સ્વાસ્થ્ય , માનસિક શાંતિ અને હોર્મોનલ સંબંધિત સમસ્યા વધી છે. પૌષ્ટિક આહાર ઉપરાંત શતાવરી, કાળા તલ, આમળા, રાગી અને ઘી જેવા સુપરફૂડનું સેવન મહિલાઓને અનેક સમસ્યામાં રાહત આપશે.
સુપરફૂડના સેવનથી સ્વાસ્થ્યમાં લાભ
શતાવરીનું સેવન રાત્રે ગરમ દૂધ સાથે કરવાથી લાભ થશે. શરીરમાં કેલ્શિયમ અને આયર્નનો સ્ત્રોત વધારવા કાળાતલ અને રાગીનું સેવન કરવું જોઈએ. જે હાડકા મજબૂત બનાવવા સાથે હોર્મોનલ સંતુલન જાળવવામાં મદદ કરે છે. ખાસ કરીને મેનોપોઝ દરમિયાન મહિલાઓએ કાળા તલનું જરૂર સેવન કરવું. જયારે મેનોપોઝ પછી હાડકાની નબળાઈમાં રાગી ખૂબ જ ફાયદાકારક છે. બીમારીઓથી દૂર રહેવા વિટામિન સીથી ભરપૂર આમળાનું સેવન શરીર માટે ગુણકારી છે. આમળાનો રસ ખાંડ સાથે પીવાથી વાળ અને ત્વચાની સમસ્યાઓ ઓછી થાય છે. ઘીના સેવનથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. તેમજ રાત્રે દૂધમાં જાયફળ સાથે ઘીનું સેવન કરવાથી સારી ઊંઘ આવતા માનસિક તણાવ દૂર થાય છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )