- તમામ પોષક તત્વોની મદદથી હેલ્થ સારી રહેશે
- વિટામિન ડી જરૂરી પોષક તત્વોમાંથી એક છે
- ખાસ ડાયટની મદદથી કેન્સર સામે રાહત મેળવી શકાશે
હાલમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આ સાથે જ છેલ્લા કેટલાક દિવસથી દિવસે અને રાતે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ગરમીમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે તે તો સમજાય છે પરંતુ વ્યસ્ત શૈલીના કારણે પણ લોકો સવારે પણ ઘરની બહાર નીકળવાનું ટાળે છે. જેના કારણે તેમને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહ્યો નથી. આ કારણે શરીરમાં તમે અજાણતા જ અનેક રોગનું ઘર થતું રહે છે. પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ ન મળવાને કારણે વિટામિન ડીની ઉણપ સર્જાય છે. જો તમને કુદરતી રીતે સૂર્યપ્રકાશ ન મળે તો પણ તમે શરીરમાં તેની ઉણપ ન થવા દો તે જરૂરી છે. તો જાણો શું કરવું અને શું નહીં.
શરીર માટે શા માટે જરૂરી છે વિટામિન ડી
વિટામિન ડી એ શરીર માટે અત્યંત મહત્વપૂર્ણ વિટામિન છે, જે તમારો મૂડ સુધારે છે, સારી ઊંઘ સુનિશ્ચિત કરે છે અને તમારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. તે તમારા હાડકાંને મજબૂત રાખવા માટે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફેટ જેવા અન્ય આવશ્યક ખનિજો સાથે કામ કરે છે. તેથી આ વિટામિનની ઉણપ તમારા સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો કરી શકે છે. તેની ઉણપથી કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમે કેટલાક લક્ષણોની મદદથી તેની ઉણપને ઓળખી શકો છો અને સમયસર ગંભીર પરિણામોથી બચી શકો છો.
વિટામિન ડીની ઉણપ હશે તો શરીરમાં આ ફેરફાર દેખાશે
- મૂડમાં ફેરફાર અને હતાશા
- નબળી પ્રતિરક્ષા પ્રણાલી
- ઘા રુઝાવવામાં વાર લાગવી
- થાક અને નબળાઈ અનુભવાય
- હાડકામાં દુઃખાવો અને ઓસ્ટીયોપોરોસીસ
- વાળ ખરવાનું શરૂ થવું
શું ખાવું
બ્રોકોલીનું સેવન કેન્સરથી બચાવે છે, ગ્રીન ટી પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરનો ખતરો ઘટાડે છે. ટામેટાનો જ્યુસ અને બ્લૂ બેરીનું સેવન પણ કેન્સરને ઘટાડવામાં મદદ કરે છે. આદુ અને લસણમાં પણ કેન્સર સામે લડવાના ગુણધર્મો છે. તો તમે તેનું સેવન તમારા ડાયટમાં પ્રોપર રીતે કરો તે જરૂરી છે. આ સિવાય બદામ, મશરૂમ્સ, એવોકાડો, બીટ, કઠોળ, કઠોળ, તલ અને કોળાના બીજ જેવા ખોરાક ખાવાથી તમને કેન્સરના જોખમ સામે લડવામાં મદદ મળી શકે છે. આ સિવાય તમે રોજના ડાયટમાં લીંબુ, ટામેટા, આમળા, આદુ, બ્લુબેરી, સ્ટ્રોબેરી, રાસબેરી વગેરેનો સમાવેશ કરી શકો છો. આ બધી વસ્તુઓ કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડવામાં મદદરૂપ છે. તંદુરસ્ત આહાર એ માત્ર કેન્સર સામેની લડાઈમાં જ નહીં પરંતુ વિવિધ રોગોના જોખમને ઘટાડવામાં પણ મહત્વના છે.
શું ન કરવું
- તમાકુનો ઉપયોગ ન કરશો
- વ્યસનોથી દૂર રહેવું
Disclaimer : આ લેખ વાંચકોની વધારે જાણકારી માટે મુકવામાં આવ્યો છે.. સંદેશ આ સાથે સંમત છે જ એમ માનવું નહીં