ચોકલેટ ખાવા માટે હવે કોઈ ખાસ પ્રસંગની રાહ જોવા પડતી નથી. બાળકોથી લઈને વયસ્ક તમામ લોકોને બજારમાં મળતી વિવિધ પ્રકારની ચોકલેટ પસંદ છે. કહી શકાય કે સપ્તાહમાંથી બે થી ત્રણ વખત લોકો ચોકલેટ ખાતા હશે. ચોકલેટ અને મીઠાઈ ખાવાનું મન થતું હોય પરંતુ દાંતના દુખાવો અને કેવીટીના કારણે ટાળીએ છીએ. આ વસ્તુનું વધુ પડતું સેવનથી તેમાં રહેલ સુગરના કારણે દાંતમાં ધીરે-ધીરે પોલાણ થવા લાગે છે અને કેવીટીની સમસ્યા ઉદભવે છે.
દાંતમાં કેવીટીની સમસ્યા થશે દૂર
દાંતમાં કેવીટીની સમસ્યા દૂર કરવા તમારે ડેન્ટીસ્ટની મુલાકાત લેવી જરૂરી નથી. રસોડામાં હાજર આ એક વસ્તુનો ઉપયોગ કરી દાંતની સફાઈ કરી શકો છો. રસોડામાં હાજર એક મસાલો લવિંગ દાંતની કેવીટીની સમસ્યા દૂર કરશે. ખાસ કરીને ગુજરાતી રસોઈમાં લવિંગનો ઉપયોગ વધુ થાય છે. એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોવાથી લવિંગ દાંતના દુખાવાને ઘટાડવામાં અને જંતુઓથી રાહત આપવામાં મદદરૂપ થાય છે.
દાંતની કેવીટી દૂર કરવો આ રીતે લવિંગનો કરો ઉપયોગ
લવિંગની પેસ્ટ : લવિંગને પાણી અથવા નાળિયેર તેલમાં ભેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને પોલાણવાળા ભાગ પર લગાવો અને થોડીવાર રહેવા દો. પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. આમ કરવાથી દુખાવા અને પોલાણમાંથી રાહત મળી શકે છે.
આખા લવિંગ : દાંતના પોલાણવાળા ભાગ પર ધીમે ધીમે આખા લવિંગને ચાવો અથવા તેને થોડા સમય માટે તે ભાગ પર દબાવી રાખો. આનાથી દુખાવો દૂર થશે. અને જંતુઓથી રાહત મળશે.
લવિંગ તેલ : પોલાણની સમસ્યાથી છુટકારો મેળવવા માટે, લવિંગના તેલમાં કપાસનો બોલ અથવા કપાસનો સ્વેબ ડુબાડો. તેને પોલાણ પર લગાવો અને થોડીવાર માટે રહેવા દો. પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )