યુવતીઓમાં પીરિયડ સમયે ડાર્ક ચોકલેટ અને કોફી ખાવાનો ટ્રેન્ડ વધ્યો છે. મોટાભાગની મહિલાઓને પીરિયડમાં મીઠાઈ ખાવાનું મન થાય છે. કેમ મહિલાઓને પીરિયડમાં વધુ મીઠાઈ ખાવાની ઇચ્છા થાય છે. તેને લઈને ડોક્ટરે કારણ આપ્યું છે. ડોક્ટરે કહ્યું કે કેટલીક મહિલાઓમાં પીરિયડ સમયે ચીડિયાપણું, ગુસ્સો પણ જોવા મળે છે. મોટાભાગની મહિલાઓ દર મહિની પીરિયડના ભયંકર દુખાવાનો સામનો કરે છે. આ દિવસોમાં શરીરમાં અનેક ફેરફાર થાય છે. અને તેની અસર તેમના માનસિક સ્વાસ્થ્ય પર થાય છે.
મહિલાઓને પીરિયડમાં મીઠાઈ ખાવાની ઇચ્છા
ડોકટરે કહ્યું કે શરીરમાં પીરિયડ્સ દરમિયાન શરીરમાં અનેક શારીરિક અને માનસિક ફેરફારો થાય છે. અને આ સમયમાં મીઠાઈ ખાવાની ઇચ્છા થવી એ પણ આ ફેરફારનું જે એક કારણ છે. આ સમયમાં હોર્મોન્સમાં બદલાવ આવતા આ બદલાવ જોવા મળે છે. માસિક સ્રાવ પહેલાં અને ત્યારપછી મહિલાઓના શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સનું સ્તર બદલાય છે. પ્રોજેસ્ટેરોનમાં વધારો થવાથી લોહીમાં શર્કરા એટલે સુગર લેવલ થોડું ઘટી જાય છે. સુગર ઘટતા જ તરત શરીર સંકેત આપે છે અને ચોકલેટ, કેક, મીઠાઈઓ અથવા ફળ ખાવાની મહિલાઓને ઇચ્છા થાય છે.
મીઠાઈનું સેવન ઘટાડશે તણાવ
માસિક ધર્મ દરમિયાન થતા દુખાવાના કારણે મૂડ સ્વિંગ એક સામાન્ય બાબત છે. આ સમય દરમિયાન શરીર તણાવ હોર્મોન કોર્ટિસોલ મુક્ત કરે છે. મીઠાઈ ખાવાથી મગજમાં એન્ડોર્ફિન અને સેરોટોનિનનું સ્તર વધે છે. મીઠાઈ ખાવાથી મૂડ સુધરે છે અને પીડામાં રાહત મળે છે. માસિક વખતે શરીરમાં થતા બ્લડ ફલોના કારણે આ સમયે વધારે ઉર્જાની જરૂર પડે છે. મીઠાઈ શરીરમાં તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે અને થાક ઘટાડવામાં મદદ કરે છે. પીરિયડ દરમિયાન માનસિક તણાવ ઘટાડવા અને ખુશ રહેવાનો આ એક કુદરતી ઉપચાર છે. આ સિવાય પુષ્ક પાણી અને સંતુલિત આહાર લઈ સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખી શકો છો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )