વધતા વજનથી મોટાભાગના લોકો પરેશાન છે. કેટલાક એવા લોકો પણ છે જેઓ દૂબળા પાતળા છે અને વજન વધારવા પ્રયાસ કરે છે. ખાસ કરીને કોલેજ જતા યુવાનો આકર્ષક દેખાવા વેઈટ ગેઈન કરવા જીમમાં જાય છે. પરંતુ કોલેજનો સમય અને એકસ્ટ્રા એક્ટીવીટના કારણે જીમમાં જઈ વેઈટ ગેઈન કરી શકતા નથી. પાતળા લોકો માટે વજન વધારવા એક બેસ્ટ ઘરેલુ ઉપચાર છે. આ ખાસ ડ્રિંકસનું સેવન કરી તેઓ વજન વધારી શકે છે. આ ડ્રિંકસથી જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ થવાથી તેમના માટે વરદાન સાબિત થશે.
આ ડ્રીંકસના જબરજસ્ત ફાયદા
દૂબળા લોકો વજન વધારવા દૂધમાંથી બનતા આ ખાસ ડ્રિંકસનું દરરોજ સેવન કરશે તો થોડા જ સમયમાં ફરક દેખાશે. વજન વધારનાર આ ડ્રિંકસમાં દૂધ, ખજૂર અને કેળાનો ઉપયોગ કરવામાં આવશે. દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ રહેલું છે, ખજૂરમાં આયર્ન અને ફાઇબર જયારે કેળામાં કાર્બોહાઇડ્રેટ્સ અને પોટેશિયમ હોય છે. આમ, આ ત્રણેય ખાદપદાર્થના મિશ્રણમાંથી બનતું ખાસ ડ્રિંકસ શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે. આ ડ્રિંકસના સેવનથી વજન વધશે, પાચનમાં સુધારો થશે, સ્નાયુઓ પણ મજબૂત થશે અને શરીરમાંથી સુસ્તી દૂર થતા તમે ઉર્જાનો અનુભવ કરશો. એક કુદરતી ડ્રિંકસ જે સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનું ઉત્તમ મિશ્રણ છે.
કેવી રીતે બનાવવું આ ડ્રિંકસ
વેઈટ ગેઈન કરનાર આ ડ્રિંકસ બનાવવા તમારે 1 ગ્લાસ દૂધ, 4-5 ખજૂર (બીજ કાઢી નાખેલા) અને 1-2 પાકેલા કેળાનો ઉપયોગ કરવાનો રહેશે. આ તમામ વસ્તુઓને મિક્સરમાં નાખો અને સારી રીતે બ્લેન્ડ કરી લો. આ ડ્રિંકસને વધુ સ્વાદિષ્ટ બનાવવા તમે સ્વાદ મુજબ મધ અથવા ગોળ નાખી શકો છો. તમારું હેલ્ધી અને ટેસ્ટી ડ્રિંક તૈયાર થઈ ગયું. આ ડ્રિંકસનું સવારે ખાલી પેટે સેવન કરવાથી વધુ ફાયદો થશે. યાદ રાખો કે આ ડ્રિંકસમાં ભૂલથી પણ પાણી ના નાખવું. ફક્ત દૂધમાં જ આ બેસ્ટ ડ્રિંકસ તૈયાર કરશો તો જ લાભ થશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )